ભારત રશિયા પાસેથી ખરીદશે ૭૦ હજાર AK ૧૦૩ રાઈફલ્સ

  • August 21, 2021 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા બે વર્ષથી સંરક્ષણ બજેટમાં ઈમરજન્સી ફંડની જોગવાઈ કરવામાં આવી છેભારતે ઇમરજન્સી પ્રોકયોરમેન્ટ હેઠળ રશિયા પાસેથી ૭૦ હજાર એકે–૧૦૩ રાઇફલ્સ ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર સંરક્ષણ મંત્રાલય દ્રારા દેશના સશક્ર દળો માટે કરવામાં આવ્યો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે મોટાભાગની રાઇફલો ભારતીય વાયુસેનાને આપવામાં આવશે.

 


કરાર અંગે સંરક્ષણ મંત્રાલય અથવા રશિયા તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે આ સોદો કેપિટલ બજેટમાંથી નહીં પરંતુ સરકાર દ્રારા સંરક્ષણ બજેટમાં સમાવિષ્ટ્ર ઇમરજન્સી ફંડમાંથી કરવામાં આવ્યો છે.

 


છેલ્લા બે વર્ષથી સંરક્ષણ બજેટમાં ઈમરજન્સી ફંડની જોગવાઈ કરવામાં આવી છે. હમણાં, ભારતને આ રશિયન એકે ૧૦૩ રાઇફલ્સની ડિલિવરી કયારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટ્ર માહિતી નથી. પરંતુ સૂત્રોએ સ્પષ્ટ્રતા કરી છે કે આ ઇમરજન્સીમાં સીધા જ ખરીદવામાં આવશે, તેથી ડિલિવરી ચોક્કસપણે ઝડપી હશે.

 


હકીકતમાં, વર્ષ ૨૦૧૯માં ભારતે અમેઠીમાં ઓર્ડનન્સ ફેકટરી બોર્ડ એટલે કે ઓએફબીના કોરબા પ્લાન્ટમાં સાડા સાત લાખ (૭.૫૦ લાખ) એકે–૨૦૩ રાઇફલ્સના ઉત્પાદન માટે રશિયા સાથે કરાર કર્યેા હતો. પરંતુ આજદિન સુધી પ્લાન્ટમાં રાઇફલ બનાવવાનું કામ શ થયું નથી. રશિયાના રાષ્ટ્ર્રપતિ પુતિનની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ આ પ્લાન્ટનું ઉધ્ઘાટન કયુ હતું.

 


આ જ કારણ છે કે ભારતે સીધા રશિયા પાસેથી ૭૦ હજાર રાઇફલો ખરીદવાનો નિર્ણય કર્યેા છે. એવું માનવામાં આવે છે કે આ એકે–૧૦૩ શ્રેણીની રાઇફલ્સ ભારતની જૂની INSAS રાઇફલ્સનું સ્થાન લેશે.

 


એલએસી પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ દરમિયાન, ભારતે ઇમરજન્સી ખરીદી હેઠળ અમેરિકા પાસેથી સીધી ૧.૪૪ લાખ સિગસૌર રાઇફલ્સ પણ ખરીદી છે. જોકે સિગસર રાઇફલ્સ ભારતીય સેના માટે ખરીદવામાં આવી હતી અને તેનો ઉપયોગ ભારતીય સેના દ્રારા કરવામાં આવ્યો છે. એલઓસી અને એલએસી બંને મોરચે તૈનાત ભારતીય સૈનિકો આ સિગસૌર રાઇફલ્સનો ઉપયોગ કરી રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS