2030 સુધીમાં ભારત દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ દેશ બનશે... પૂર્વ અમેરિકી રાજદૂતે ગણાવ્યા આ કારણો 

  • August 03, 2021 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2030 સુધીમાં ભારત બધા ક્ષેત્રોમાં દુનિયાનું નેતૃત્વ કરી શકશે. આવું કહેવું અમેરિકાના એક પૂર્વ ટોચના રાજદ્વારીનું. તેમને કહ્યું છે કે દુનિયાના સૌથી મોટા બે લોકતંત્ર એક સાથે મળી ઘણું બધું કરી શકે છે. રિચાર્ડ વર્માએ કહ્યું છે કે, 'હું 2030 ને જોવ છુ, અને મને તેમાં એક ભારત જ દેખાય છે જે દરકે ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ કરતુ હશે.' 

 

તેમણે કહ્યું, 'સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, સૌથી વધુ કોલેજ સ્નાતકો, સૌથી મોટો મધ્યમ વર્ગ, સૌથી વધુ સેલ ફોન અને ઈન્ટરનેટ વપરાશકર્તાઓ, વિશ્વની ત્રીજી સૌથી મોટી લશ્કરી તાકાત અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ સાથે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં 25 વર્ષથી નીચેના 60 કરોડ લોકો છે.'

 

રિચાર્ડ વર્માએ કહ્યું, 'ભારત આજે આપણી નજર સમક્ષ વિકાસના કામોમાં ઉંચા સ્તર પર છે. આગામી દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે લગભગ 2 ટ્રિલિયન ડોલર ખર્ચવામાં આવશે. 2030 સુધીમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. આ સાથે આજે 100 જેટલા નવા એરપોર્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અથવા બનાવવામાં આવી રહ્યા છે.'

 

જિંદલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ બેંકિંગ એન્ડ ફાઈનાન્સના ઉદ્ઘાટન સંબોધનમાં ભારતમાં યુ.એસ.ના ભૂતપૂર્વ રાજદૂતે યુવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, 'ભારતમાં એશિયાનું સૌથી વધુ યુવાશક્તિ છે. 2050 સુધી તમને તેનો લાભ મળતો રહેશે.'

 

તેમને કહ્યું હતું કે, 'આ યુગની શરૂઆત વર્ષ 2000 માં રાષ્ટ્રપતિ ક્લિન્ટનની ભારત યાત્રાથી થઈ હતી. દસકાઓ સુધી થોડી દુરીઓ રહી અથવા ક્યારેક અલગ પણ પડ્યા પરંતુ આવું થયા બાદ તે એક સફળ યાત્રા રહી.' પોતાના સંબોધનમાં વર્માએ કહ્યું કે, હવે સબંધ નિભાવાનો સમય આવી ગયો છે. 

 

રિચર્ડ વર્માએ કહ્યું, 'હવે આપણા લોકોને પરિણામ આપવાનો સમય આવી ગયા છે. આ આપણા માટે એક મોટી ચુનોતી છે, પરંતુ આ ભારત અને અમેરિકા બંને માટે મહત્વનું છે. આ એવું જ છે કે જેમ તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી તમારા કરિયરની શરૂઆત કરો. 

 

તેમને આગળ વાત કરતા જણાવ્યું છે કે, 'હું વિષય પર તમારી સાથે ચર્ચા કરવા માંગુ છુ. મને લાગે છે કે આ સદીનો ભારત અને અમેરિકાનો સબંધ સૌથી મહત્વપૂર્ણ સબંધ હશે. આપણે સાથે મળી ઘણું બધું કરી શકીયે છીએ. પછી તેમને આગળ પોતાની વાત સમજાવતા કહ્યું કે, 'ભારત મહામારી સામે લડી રહ્યું છે. આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. આ સાથે નવા વિચારો અને રસ્તાઓ શોધી રહી છે જેથી લોકોનું જીવન ધોરણ આસાન, સુરક્ષિત, સમૃદ્ધિથી ભરપૂર થઈ જાય.'  

 

તેમણે આગળ કહ્યું, 'આ જ કારણે હું તમારા બધાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. વિશ્વ તમારી આંગળીના ટેરવે છે. તમારા દેશનું આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તમારા વ્યવસાયો વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ અને નવીનતાને શક્તિ આપવાનું કાર્ય કરે છે.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS