ભારતે કોરોના વિરુદ્ધ લડાઈ બહુ લાંબા સમય સુધી લડવી પડશે: નિષ્ણાંતોની ચેતવણી

  • April 23, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના સંક્રમણ સિઝનલ વાયરલની જેમ રહેશે: જ્યાં સુધી વાયરસનો ખાતમો કરતી ઓરલ દવા નહીં મળે, વિશ્વ આખુ કોરોના સામે ઝઝૂમતુ રહેશેભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ઓક્સિજન અને દવાઓના અછતના પડકારો ઉભા થયા છે. જેની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારો ઝઝૂમી રહી છે. એવામાં ભારતની પરિસ્થિતિને લઇને આરોગ્ય નિષ્ણાંતોનું માનવુ છે કે ભારતે ઓછામાં ઓછી બેથી ત્રણ વર્ષ સુધી કોરોના વિરુદ્ધ જંગ લડવાની તૈયારી કરવી પડશે.

 


આરોગ્ય નિષ્ણાંતોનું માનવુ છે કે જ્યાં સુધી દેશમાં એવી ઓરલ દવા ઉપલબ્ધ નહીં થાય જે વાયરસને ખતમ કરે ત્યાં સુધી દેશે લાંબી લડાઇ લડવી પડશે. તેમના મત મુજબ ભારતે આ માટે 2થી3 વર્ષની તૈયારી કરવી પડશે, કારણકે આ મહામારી એક વાયરલ બીમારીની જેમ રહેશે એવી સંભાવના છે. અહીં સુધી કે આગામી વર્ષોમાં કોરોના વાયરસ જોરદાર પ્રહારો કરે એવી આશંકાઓને પણ નકારી શકાય એમ નથી.

 


આરોગ્ય નિષ્ણાંતોએ વર્તમાન સ્થિતિને લઇને સલાહ આપી છે કે, કોવિડ ગાઇડલાઇન જેમ કે માસ્કનો ફરજીયાત ઉપયોગ, હાથ ધોતા રહેવુ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોને જીવનના એક ભાગ બનાવી લેવો જોઇએ. જેથી એકહદ સુધી આ ઘાતક સંક્રમણ સામે રક્ષણ મેળવી શકાય.

 


આ દરમિયાન કેટલાક આરોગ્ય નિષ્ણાંતોનું માનવુ છે કે, કોરોના મહામારી સામે કોઇપણ દેશ માટે એકમાત્ર વિકલ્પ રસીકરણ છે. જેથી મહમારીની ગંભીરતાને અટકાવી શકાય.

 


નોંધનીય છે કે, દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઇ છે, જેના ભરડામાં સમગ્ર દેશ બેહાલ બન્યો છે. દેશમાં દૈનિક સ્તરે સંક્રમણના નવા કેસ અને સંક્રમણથી થતાં મૃત્યુદરમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં નિષ્ણાંતોની આ ચેતવણી આવનારા કપરા સમયના સંકેત આપી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021