શું ભારત તાલિબાન સાથે વાતચીત કરશે? સૂત્રોએ કહ્યું, 'દેશહિતમાં લેવાશે નિર્ણય' 

  • August 25, 2021 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શું ભારત સરકાર તાલિબાન શાસનમાં અફઘાનિસ્તાનની નવી સરકાર સાથે વાતચીત કરશે? 20 વર્ષ બાદ તાલિબાનની વાપસી પછી શું ભારત સરકાર હવે તાલિબાનનો સંપર્ક કરશે ?

 

સૂત્રોએ જણાવ્યું કે, 'અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના બાદ, રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો સાથે વાતચીત થઈ શકે છે. જો કે, આખા વિશ્વમાં અફઘાનિસ્તાનની નવી સરકારની માન્યતા અંગે કોઈ દેશે નિર્ણય લીધો નથી. જો જરૂર પડે તો તાલિબાન સાથે વાતચીત થઈ શકે છે. 

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, 'અફઘાનિસ્તાનમાં બદલાયેલા સંજોગો અને તાલિબાનને ધ્યાનમાં રાખીને, ભારત ટૂંક સમયમાં આ સમગ્ર મામલે એક નીતિ બનાવશે, ત્યારબાદ તાલિબાન સાથે વાતચીત થઈ શકે છે. જો કે, આ પહેલા પણ સરકારે તાલિબાન સાથે સંપર્કમાં હોવાના અહેવાલોને ક્યારેય નકાર્યા ન હતા.

 

મંગળવારે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં ભારતે પોતાની વાત રાખી હતી. ભારતના કાયમી પ્રતિનિધિ ઇન્દ્રમણી પાંડેએ માનવાધિકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 'અફઘાનમાં  મહિલાઓ, બાળકો અને લઘુમતી સમુદાયની અવાજ, આશાઓ અને અધિકારોનું સન્માન થવું જોઈએ. અફઘાનિસ્તાનમાં સ્થિરતા સીધી આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા સાથે સંબંધિત છે. લશ્કર અને જૈશ જેવા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ અન્ય કોઇ દેશ સામે કરી શકતા નથી.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS