ભારતને ટુંક સમયમાં મળશે સિંગલ ડોઝ કોરોના રસી સ્પુતનિક લાઈટ

  • May 16, 2021 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં કોરોનાનું સંક્રમણ કહેર વર્તાવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી રોજ નોંધાતા કેસમાં ઘટાડો જણાય છે. સાથે જ દેશમાં રસીકરણ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ તમામ વચ્ચે સારી વાત એ છે કે દેશમાં કોરોના માટેની વધુ એક રસી ઉપલબ્ધ છે. રુસની રસી સ્પુતનિક વીની બીજી ખેપ પણ ભારત આવી ચુકી છે. રવિવારે તેલંગણામાં આ રસીની બીજી ખેપ પહોંચી છે. 

 

 

કોવિશીલ્ડ અને કોવેક્સીન સાથે હવે રુસની રસી સ્પુતનિકના ડોઝ પણ ભારતમાં લઈ શકાશે. સ્પુતનિક વી વિશે રુસના રાજદૂતે જણાવ્યું હતું કે આ રુસી-ભારતીય રસી છે. આશા છે કે ભારતમાં તેનું ઉત્પાદન ધીરેધીરે પ્રતિ વર્ષ 850 મિલિયન ડોઝ સુધી વધારી શકાય. 

 

 

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભારતમાં સિંગલ ડોઝ રસી સ્પુતનિક લાઈટ પણ ટુંક સમયમાં ઉપલબ્ધ કરવાની તેમની યોજના છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021