તાલિબાનનો મોદીને જવાબ, 'ભારત ટૂંક સમયમાં જોશે અમારી ક્ષમતા'

  • August 27, 2021 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથમાં વિવિધ પ્રકલ્પોના ઉદઘાટન સમયે વડાપ્રધાને કહ્યું હતું કે, આતંકની સત્તા સ્થાયી નથી રહેતી...


'આતંકની સત્તા સ્થાયી નથી રહેતી', પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ શબ્દોએ બંદૂકની અણીએ અફઘાનિસ્તાનની સત્તા કબજે કરનાર તાલિબાનને હચમચાવી દીધા છે. આ શબ્દોને પડકાર તરીકે લેતા તાલિબાનોએ દાવો કર્યેા છે કે તેઓ સફળ થશે. પીએમ મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આતંકવાદી સંગઠનના અગ્રણી નેતા શહાબુદ્દીન દિલાવારે કહ્યું કે ભારત ટૂંક સમયમાં જોશે કે તાલિબાન દેશને યોગ્ય રીતે ચલાવી શકે છે. સોમનાથ મંદિરસાથે જોડાયેલા ઘણા વિકાસ કામોનું ઉધ્ઘાટન કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ તાલિબાનનો ઉલ્લેખ કર્યા વગર આ કહ્યું હતું.

 


 ઉફક્ષમાં છપાયેલા સમાચાર અનુસાર તાલિબાન નેતાએ 'રેડિયો પાકિસ્તાન' ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતને ટૂંક સમયમાં જ અમારી દેશને ચલાવવાની ક્ષમતા વિશે ખબર પડી જશે. આ સાથે જ તેમણે ભારતને અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવાની ચેતવણી પણ આપી હતી. પાકિસ્તાનને મૈત્રીપૂર્ણ દેશ ગણાવતા શહાબુદ્દીન દિલાવરે ૩૦ લાખથી વધુ અફઘાનોને આશ્રય આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તાલિબાન દરેક દેશ સાથે શાંતિપૂર્ણ અને સહિયારા આદરનો સંબધં ઈચ્છે છે.

 


તાલિબાનના પ્રવકતા જૈબુલ્લા મુજાહિદે પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે. પાકિસ્તાની ન્યુઝ ચેનલ એઆરવાય ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં તાલિબાની પ્રવકતા મુજાહિદે કહ્યું કે પાકિસ્તાનને અડીને અફઘાનિસ્તાનની સીમાઓ છે. યારે ધર્મની વાત આવે છે તો અમે પરંપરાગત રીતે એકબીજા સાથે જોડાઈ જઈએ છીએ. બંને દેશોના લોકો એકબીજામાં ભળી જાય છે. તેથી અમે પાકિસ્તાન સાથે રિશ્તે પહેલા વધુ મજબૂત કરવા માંગીએ છીએ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS