ટોકિયો પેરાઓલિમ્પિકમાં ભારતને વધુ એક ગોલ્ડ અને સિલ્વર, ભારતને મળ્યાં કુલ ત્રણ ગોલ્ડ

  • September 04, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

19 વર્ષીય મનીષ નરવાલે પુરૂષની 30 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ જ ઇવેન્ટમા સિલ્વર પણ ભારતના નામે જ રહ્યો. ભારત માટે સિલ્વર મેડલ પર સિંધરાજ અધાનાએ કબ્જો કર્યો. મનીષ અને સિંઘરાજ વચ્ચે ગોલ્ડ મેડલને લઇને જબરદસ્ત ફાઇટ જોવા મળી. જેમાં 19 વર્ષિય ભારતીય શૂટર મનીષ નરેવાલે બાજી મારી લીધી છે. મનીષ નરવાલે ભારતને ટોકિયો પેરાઓલ્મિપિકમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ આપાવ્યો છે.

 

મનિષ નરવાલેની શરૂઆત ખૂબ ધીમી રહી. એક સમય તો એવો પણ આવ્યો કે તે છઠ્ઠા સ્થાન પર પહોચી ગયા હતા. જો કે ત્યારબાદ તેમણે વાપસી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે અચૂક નિશાન સાંધતા ગોલ્ડ પર કબ્જો કર્યો. તો 39 વર્ષીયના શૂટર સિંધરાજ શરૂઆતથી જ ટોપ 3માં હતા.

 

ભારતના તીરંદાઝ હરવિંદર સિંહે શાનદાર પ્રદર્શન કરતાં ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જિત્યો. તીરંદાજી માં ભારતને આ પહેલો મેડલ છે. હરવિંદર સિંહે કોરિયાઇ શૂટર 6-5થી પાછળ છોડતા મેડલ અપાવ્યો. તેમણે જર્મનના મૈક સ્જાર્સર્જેવ્સ્કીએ 6-2થી હરાવીને આ ઇવેન્ટના સેમિફાઇલનમાં સ્થાન મેળવી લીધું છે. ત્યારબાદ ફાઇનલમાં તેમણે શૂટ ઓફમાં જીત મેળવી.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરવિંદર સિંહને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું. “હરવિંદરે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ઉત્તમ પ્રતિભાનું પ્રદર્શન કર્યું.જેના કારણે જ ભારતને 13મો મેડલ મળ્યો. ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવા પર મુબારકબાદ, અમને તેમના પર ગર્વ છે અને તેમને ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામના.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS