ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ થયો ક્લીન બોલ્ડ, ટૂંક સમયમાં લેશે સાત ફેરા

  • March 10, 2021 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટર સ્ટાર જસપ્રીત બુમરાહ 14,15 માર્ચએ ગોવામાં સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરશે. બુમરાહે તાજેતરના અંગત કારણોસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક માંગ્યો હતો. જે બાદ લગ્નની વાતો બહાર આવી છે. બુમરાહ અને સંજનામાંથી કોઈએ પણ તેમના અંગત જીવન વિશે જાહેરમાં વાત કરી નથી. તેથી જ કેટલાક લોકો તેને અફવા ગણાવી રહ્યા હતા, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂંક સમયમાં ભારતના ઝડપી બોલર સાતફેરા લેશે. જસપ્રીત બુમરાહ અને સંજના બંને ગોવામાં લગ્ન કરશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝની ચોથી ટેસ્ટ દરમિયાન બુમરાહે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. જસપ્રિત બુમરાહે અંગત કારણોસર બીસીસીઆઈ પાસેથી રજાની માંગણી કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો પછી ખબર પડી કે જસપ્રિત બુમરાહ લગ્ન કરવા જઇ રહ્યો છે. આ પછી જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી -20 શ્રેણી માટે ટીમની ઘોષણા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમાં પણ જસપ્રિત બુમરાહનું નામ શામેલ નથી.

28 વર્ષીય સંજના ગણેશન ક્રિકેટ એન્કર છે. તે કેટલાક સમયથી ઘણી ટૂર્નામેન્ટ્સનો ભાગ બની છે. આઈપીએલમાં સક્રિય રહેવા ઉપરાંત તે સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજનાએ આઈસીસી વર્લ્ડ કપ 2019થી ઇન્ડિયન પ્રીમિયર લીગ સુધી હોસ્ટ કર્યું છે, ઉપરાંત સંજના કોલકાતા નાઈટ રાઇડર્સની એન્કર રહી ચૂકી છે. સંજનાએ 2013માં ફેમિના ગોર્જિયર્સ ખિતાબ જીત્યું હતું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS