ભારતીય શૂટરનું મોત: શરીર પર મળ્યા ગોળીના નિશાન, પોલીસને આત્મહત્યાનો શક !

  • September 14, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય સ્તરના શૂટર નમનવીર સિંહ બરાર સોમવારે મોહાલીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે હાલ તપાસ શરૂ કરી અને અધિકારીઓએ આત્મહત્યાની શક્યતાને નકારી શકતા નથી. મોહાલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગુરશેર સિંહ સંધુએ ફોન પર જણાવ્યું હતું કે, '28 વર્ષના ટ્રેપ શૂટરના શરીર પર ગોળીના નિશાન જોવા મળ્યા હતા.'

 

DSPએ કહ્યું કે, 'તે સ્પષ્ટપણે કહી શકાય નહીં કે તેણે આત્મહત્યા કરી કે આકસ્મિક કે દુર્ઘટનાથી ગોળી વાગી હતી. અત્યારે અમે સ્પષ્ટપણે કહી શકતા નથી કે તે આત્મહત્યા છે કે આકસ્મિક મોત. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવવાથી અમને નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ મળશે.'

 

શૂટરના પરિવારે પોલીસને ઘટનાની જાણ કરી હતી. નમનવીર બરાર મોહાલીના સેક્ટર 71માં રહેતા હતા. તે  તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેણે દક્ષિણ કોરિયામાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની ડબલ ટ્રેપ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બરારે આ વર્ષે દિલ્હીમાં ISSF વર્લ્ડ કપમાં મિનિમમ ક્વોલિફિકેશન સ્કોરની કેટેગરીમાં ભાગ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS