શું True Callerને ટક્કર આપશે સ્વદેશી એપ Bharat Caller ?  

  • August 23, 2021 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

True Caller નો વપરાશ ખુબ જ વધ્યો છે. લોકોને અજાણ્યા નંબર પરથી ફોન આવે તો તે ઉપાડતા પહેલા True Callerમાં જોવે છે. ભારત હવે True Callleને ટક્કર આપવા માટે સ્વદેશી Bharat Caller એપ બહાર પાડી. Bharat Caller એપ બનાવનાર વ્યક્તિઓનું કહેવું છે કે, આ એપ તમારી કોલ હિસ્ટ્રી, સેવ રહેલા નંબર  અથવા સંદેશાઓ તેમના સર્વરો પર અપલોડ કરતું નથી. જયારે બીજી એપ આ કરે છે. આ એપના કમર્ચારીઓને તમારા ફોન નંબરોના ડેટા સુધી પહોંચવાનું એકસેસ આપવામાં આવતું નથી. 

 

તમારો કોઈ ડેટા કંપની પાસે સેવ ન થાય 

 

Bharat Caller એપ બનાવનાર IIM બેંગ્લોરના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રજ્જવલ સિંહાએ કહ્યું કે, 'આ એપ દેશમાં True Callerનો વિકલ્પ બની રહશે. આ એકદમ સલામત એપ છે. આ એપ પર તમારો કોઈ પણ ડેટા કંપની તેના પર્સનલ સર્વરમાં સેવ કરતુ નથી. આ કંપનીના એન્જિનિયરો બેંગ્લોર અને નોઈડામાં કામ કરે છે. આ એપ પ્લેસ્ટોર અને iOS પર ઉપલબ્ધ છે. કોઈપણ તેને મફતમાં ડાઉનલોડ કરી શકે છે.'

 

વિદેશમાંથી કોઈ ડેટાને એક્સેસ ન કરી શકે 

 

પ્રજ્જવલ સિંહાએ કહ્યું કે, 'વપરાશકર્તાની પ્રાઇવેસી જાળવવા માટે આ એપનો તમામ ડેટા એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સંગ્રહિત થાય છે. તે સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. તેનું સર્વર દેશમાં આવેલું છે. તેમજ ભારતની બહારથી કોઈ તેના ડેટાને એક્સેસ કરી શકે નહીં. તે વપરાશકર્તાઓ માટે અત્યંત સુરક્ષિત બાબત છે.'

 

True Callerના વપરાશથી શું ખતરો ?

 

પ્રજ્જવલ સિંહાએ કહ્યું કે, 'આ બનાવવા પાછળનો સૌથી મોટો હેતુ એ છે કે દેશના લોકોના ડેટા ને સુરક્ષિત કરવા. થોડા સમય પહેલા ભારતીય સેનાએ Truecaller પર પ્રતિબંધ મુક્યો હતો. કારણ કે તે સ્પાયવેર હોવાની શંકા હતી. હાલ કોલર આઈડીના સંદર્ભમાં બિન-ભારતીય એપ્લિકેશન્સ ખૂબ વધારે છે. ત્યાં કોઈ ભારતીય કોલર આઈડી એપ્લિકેશન નથી. Bharat Caller એપ True Caller ને પણ ટક્કર આપે છે.' 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS