ધ્યાન હટાવવામાં માહિર છે ભારતીય ટીમ, અમે ફસાઈ ગયા....

  • May 14, 2021 09:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ટીમે આ વર્ષે ઓસ્ટ્રેલિયાઈ ટીમને તેની જ જમીન ઉપર 2-1થી માત આપીને ઐતિહાસિક સિરીઝ જીત નોંધાવી છે. એડીલેડ ટેસ્ટમાં માત્ર 36 રનમાં આઉટ થઈ જનારી ટીમ ઈન્ડિયાએ મેલબર્ન અને બ્રિસ્બેનમાં હાર ચખાડી હતી. ત્યારે હવે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન  પેનનું કહેવું છે કે, અમે ભારતીય ટીમ ચાલબાઝીમાં ફસાઈ ગયા.

 

પેને સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ભારતીય તમારું ધ્યાન હટાવવામાં માહિર છે અને અમે તેમાં ફાંસાઈ ગયા. જેમ તેમને કહ્યું હતું કે તેઓ ગાબા જશે નહીં તો અમને ખબર જ નહોતી કે અમે ક્યાં રમીશું. તેનાથી અમારું ફોક્સ હટી ગયું હતું. એ સમયે એવી અટકળો હતી કે ભારતીય ટીમ બ્રિસ્બેનમાં નથી રમવા ઈચ્છતી પરંતુ તેઓ છેલ્લી ઘડીએ રમ્યા અને ઇતિહાસ રચ્યો. ભારત સામેના મેચમાં સૌથી મોડો પડકાર એ હોય છે કે તેઓ તમને પરેશાન કરવામાં ખૂબ સારા છે. સાથે સાથે તમારા માટે મહત્વની હોય નહીં તેવી બાબતોથી તમારું ફોક્સ હટાવી શકે છે. સિરીઝમાં અનેક વાર એવા બનાવ બન્યા જેમાં અમે ગૂંચવાઈ ગયા અને ટીમ ઇન્ડિયાની જીત થઈ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021