સ્વદેશી રસી કોવેક્સીન કોરોના સંક્રમણ સામે 81 ટકા અસરકારક

  • March 04, 2021 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રાયલ પહેલા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી અપાતા વિવાદ ઉભો થયો હતો



ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ડેવલેપ કરાયેલી કોરોના વેક્સીન એના ત્રીજી તબક્કાના પરીક્ષણમાં 81 ટકા અસરકારક પૂરવાર થઇ છે. પરીક્ષણ અંગેના આંકડા જાહેર કરતાં ભારત બાયોટેક એ જણાવ્યું કે, આ ટ્રાયલમાં 25800 લોકોને રસી આપવામાં આવી હતી, જે દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ટ્રાયલ હતું.

 


નોંધનીય છે કે, કેન્દ્રમાં મોદી સરકારે આ વેક્સીનને પહેલા જ ઇમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો ડોઝ પણ લીધો હતો. ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ પહેલા જ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાતા વિપક્ષ અને કેટલાક નિષ્ણાંતોએ મોદી સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. આ વિવાદ ઉભો થતાં વેક્સીનને લઇને લોકોમાં ભય પ્રસરી ગયો હતો. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણના બીજા તબક્કામાં આ રસીનો ડોઝ લઇને સંદેશ આપ્યો હતો કે કોવેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

 


ભારત બાયોટેકના ચેરમેન અને એમડી ડો. કૃષ્ણા ઇલ્લાએ કહ્યું હતું કે આ વેક્સીન વિકાસ, વિજ્ઞાન અને કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં મહત્વનો દિવસ છે. ત્રીજા તબ્બકાના પરિણામ સાથે વેક્સીન પરીક્ષણના તમામ આંકડા જાહેર કરી દેવામાં આવ્યા હતા. સ્વદેશી વેક્સીનને લઇને તેમણે એમ પણ સ્પષ્ટતા કરી હતી કે કોવેક્સીન કોવિડ વિરુદ્ધ અસરકારક સુરક્ષા પ્રદાન કરવાની સાથે નવા સ્ટ્રેનને રોકવામાં પણ સક્ષમ છે.

 


ભારત સરકારે કોરોના કાળની ગંભીર સ્થિતિમાં એસ્ટ્રાજેનેકા અને સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા તૈયાર કોવિશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા તૈયાર કોવેક્સીનને સૌથી પહેલા ઇમરજન્સીમા ઉપયોગ માટે મંજૂરી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS