યુએઈ દ્વારા ઈન્ડિગો ફ્લાઈટ પર 24 ઓગસ્ટ સુધી પ્રતિબંધ

  • August 19, 2021 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસ મહામારીએ નવેસરથી ઉપાધિ પેદા કરી છે અને નવા સ્વરૂપ ને લીધે અનેક દેશોમાં કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે યુએઈ દ્વારા ઈન્ડિગો ની ફલાઈટો પર ૨૪મી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

સત્તાવાર અહેવાલો મુજબ મંગળવારથી ફલાઈટોના સસ્પેન્શનનો હુકમ અમલમાં મૂકી દેવામાં આવ્યો હતો. રેપિડ પીસીઆર ટેસ્ટ નહીં કરાવનાર મુસાફરો ને યુએઈમાં પ્રવેશ આપવાની મનાઇ કરી દેવામાં આવી છે. રવાનગી ના સ્થળ પર જેમણે ટેસ્ટ કરાવ્યો નથી તેમને દેશમાં આવવાની મનાઈ છે.

 

જો કે કાયમી રહેવાસીઓ માટે શાસકો દ્વારા એન્ટ્રી ને મંજૂરી આપવામાં આવી છે પરંતુ એમણે પણ રવાનગી ના ૪૮ કલાક પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવું ફરજિયાત છે. ૫મી ઓગસ્ટથી જ આ ટેસ્ટ ફરજીયાત બનાવી દેવામાં આવ્યો છે.

 

સાથે સાથે એવી સૂચના પણ આપવામાં આવી છે કે મુસાફરોએ અગાઉથી પ્રવાસ કરવા માટે યુએઇના સત્તાવાળાઓનું એપ્રુવલ મેળવવું જરૂરી છે અને એરપોર્ટના સ્ટાફને પણ એવી સૂચના આપવામાં આવી છે કે દરેક પ્રવાસી પાસેથી ટેસ્ટ નું સર્ટીફીકેટ મેળવવામાં આવે.

 

તમામ મુસાફરો દ્વારા રજૂ કરવામાં આવતા દસ્તાવેજોની ચકાસણી યુએઈમાં એરપોર્ટ પર આગમન સાથે જ કરી લેવામાં આવશે અને તેમાં જો કોઇ ગરબડ દેખાશે તો મુસાફરોને પાછા મોકલી દેવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS