મ્યુનિ.આરોગ્ય કેન્દ્રોના 200 કર્મચારીઓ સંક્રમિત

  • April 16, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ-19 ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરી કરતાં કાયમી અને કોન્ટ્રાકટ બેઈઝના કર્મચારીઓ સહિતના 70 જેટલા કર્મચારીઓ ગત સપ્તાહમાં સંક્રમિત થયા બાદ વધુ 130 જેટલા કર્મચારીઓ સંક્રમિત થતા હવે મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્રોના 200 જેટલા કર્મચારીઓ સંક્રમિત થઈ ગયા છે અને તેમને રિપ્લેસ કરવા માટે તંત્રમાં નવી દોડધામ શ થઈ છે. 200 જેટલા આરોગ્ય કર્મીઓ કોરોનાની લપેટમાં આવી જતા તંત્ર માટે નવી સમસ્યાનું નિમર્ણિ થયું છે. ફકત ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતાં કર્મચારીઓ જ નહીં પરંતુ કોવિડ ડયુટીમાં વોર્ડ પ્રભારી તરીકે કામ કરતાં આસિસ્ટન્ટ કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, સિટી ઈજનેર અલ્પ્ના મિત્રા અને સિટી ઈજનેર એચ.યુ. દોઢીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ઈજનેરો પણ સંક્રમિત થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

 


વિશેષમાં મહાપાલિકામાં કોવિડ ડયુટી પર ફરજમાં રહેલા ગ્રાઉન્ડ ઝીરો લેવલના સ્ટાફના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ અમુક આરોગ્ય કેન્દ્રોમાં તો 75થી 80 ટકા જેટલો સ્ટાફ કોરોના સંક્રમિત થઈ ગયો છે. લગાતાર છેલ્લા એક વર્ષથી કોવિડ ડયુટી પર રહેલા અનેક કર્મચારીઓ પ્રથમ લહેરમાં સલામત રહ્યા હતા પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં તેઓ સંક્રમિત થઈ ગયા છે. જે આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ સંક્રમિત થયા છે તેમાં મુખ્યત્વે ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર અને આઈએમએ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ છે. આ ઉપરાંત અન્ય આરોગ્ય કેન્દ્રમાં પણ છૂટાછવાયા અનેક કર્મચારીઓ સંક્રમિત થયા છે. આરોગ્ય શાખામાં ફરજ પર રહેલા જે કર્મચારીઓ સંક્રમિત થયા છે તેમાં અમુક કર્મચારીઓ કાયમી ફરજ પરના કર્મચારીઓ છે તો અમુક કર્મચારીઓ કોવિડ ડયુટી માટે કોન્ટ્રાકટ બેઈઝ પર હંગામી કર્મચારીઓ પૈકીના છે.

 


મહાપાલિકામાં કોવિડ ડયુટી પર રહેલા જે અધિકારીઓ અને ઈજનેરો સંક્રમિત થઈ ગયા છે તેઓ હાલ હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં હોવાનું જાણવા મળે છે.

 

 

મહાપાલિકા કચેરીમાં દરરોજ ત્રણ-ત્રણ કલાક સુધી યોજાતી રિવ્યુ મિટિંગ બંધ કરવા પોકાર
રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં દરરોજ કોવિડની સ્થિતિનો કયાસ મેળવવા માટે બબ્બે-ત્રણ-ત્રણ કલાક સુધી રિવ્યુ મિટિંગ યોજવામાં આવે છે અને સાંજે યોજાતી આ મિટિંગમાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રહેતું નથી જેના લીધે હવે અધિકારીઓ અને ઈજનેરોમાં પણ ભયનું લખલખું પ્રસરી ગયું છે. દરરોજની કામગીરીનો ડિજિટલી રિવ્યુ લેવામાં આવે તેવી પણ પ્રબળ માગ ઉઠી રહી છે. ફકત જર પડયે બે-ત્રણ દિવસ એક જ વખત મિટિંગ યોજવામાં આવે તો જે કર્મચારીઓ કે અધિકારીઓ હાલ સુધી સંક્રમિત થયા નથી તેઓ સંક્રમણથી બચી શકે તેમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS