ગુજરાત સાથે કનેકશન ધરાવતી આંતરરાષ્ટ્ર્રીય હવાલા ગેંગ પકડાઈ

  • May 22, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળમાં થઈ કાર્યવાહી: હવાલા રેકેટના તાર કોલકાતા, દિલ્હી અને ગુજરાત સહિતના ભારતના ઘણા રાયો સાથે જોડાયેલા છે

 


નેપાળમાં મની લોન્ડિ્રંગના આરોપમાં પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરી. નેપાળના વિરાટનગર મેટ્રોપોલિટન રોડ પર શેષ ચોક પાસે વાહન ચેકિંગ દરમિયાન આ શખસો પોલીસના હાથે ઝડપાઈ ગયા. ધરપકડ કરાયેલી હવાલા ગેંગના તાર ભારતના જુદા–જુદા શહેરો સાથે જોડાયેલા હોવાના ઘણા દસ્તાવેજ નેપાળ પોલીસે જ કર્યા છે. તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

 


ભારત–નેપાળને જોડતા મુખ્ય માર્ગ મેટ્રોપોલિટન રોડ પર શેષ ચોક પાસે મોરગં જિલ્લા પોલીસ લોકડાઉનને લઈને બંદોબસ્તમાં તૈનાત હતી. એ દરમિયાન કરવામાં આવી રહેલી તપાસમાં નેપાળના વિરાટનગરમાં રહેતા શ્રવણ શાહ પાસેથી ૨૧,૭૧,૫૦૦ નેપાળી પિયા મળી આવ્યા હતા. તેની સાથે રહેલી ૨૫ વર્ષની જિજ્ઞાસા ચૌધરી પાસેથી ૨૩ હજાર પિયાની ભારતીય કરન્સી મળી હતી.

 


નેપાળ અને ભારતીય મુદ્રા સાથે પકડાયેલા બંનેને પોલીસ મોરંગા જિલ્લાના પોલીસ હેડકવાર્ટરમાં લઈ ગઈ હતી. બંનેની પૂછપરછમાં ઘણી મહત્વની જાણકારી પોલીસને મળી છે. તેમની પૂછપરછમાં નેપાળના વિરાટનગરમાં જ રહેતા ૩૩ વર્ષના અમૃતકુમાર શાહનું નામ ખૂલ્યું હતું. પોલીસે અહીં દરોડો પાડી મોબાઈલ, જુદી–જુદી બેંકોના કેશ વાઉચર, ડિપોઝિટ રસીદ સહિત હવાલા રેકેટ સાથે સંલ અન્ય દસ્તાવેજો જ કર્યા હતા.

 


મોરગં જિલ્લા પોલીસ પ્રવકતા અને ડીએસપી માન બહાદુર રાયે જણાવ્યું કે, ધરપકડ કરાયેલી વ્યકિતઓ નેપાળની સાથે ભારતમાં હવાલાના રેકેટ સાથે જોડાયેલા છે. તેમની પાસેથી પોલીસને ઘણા મહત્વના પુરાવા મળ્યા છે. તેમણે જણાવ્યું કે, અમિતકુમારના ઘરેથી પોલીસને નેપાળની ૮થી વધુ બેંકોના ખાતાની વિગતો સહિત અન્ય દસ્તાવેજો મળ્યા છે. તેમાં મોટા પ્રમાણમાં પિયા ટ્રાન્સફર કરાયા છે. એટલું જ નહીં, ડિજિટલ બેંકિંગથી પણ હવાલા પડાયા હોવાના પુરાવા મળ્યા છે. વોટસએપના માધ્યમથી ભારત–નેપાળ વચ્ચે પિયાની લેવડ–દેવડ થઈ હોવાના પોલીસને પુરાવા મળ્યા છે.

 


ડીએસપીએ જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં બીએસસેવે, એનઆઈસી એશિયા, માછાપુછરે, નવિલ, ગ્લોબલ આઈએમઈ, ગરિમા ડેવલપમેન્ટ બેંક અને ન્યૂ લાઈફ સેવિંગ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવમાં ખાતા ખોલીને વ્હોટસએપના માધ્યમથી હવાલા પડાયા હતા. તેમણે જણાવ્યું કે, વ્હોટસએપ દ્રારા એકસચેન્જ કરવાની પ્રાથમિક તપાસમાં લેવડ–દેવડની જાણકારી સામે આવી છે.

 


પોલીસ હવાલા ગેંગના તાર નેપાળના ઘણા શહેરો ઉપરાંત ભારતના ઘણા રાયોમાં ફેલાયેલા હોવાની આશંકા છે. જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ભારતના સરહદી શહેર જોગબની અને ફારબિસગંજની સાથે કોલકાતા, દિલ્હી અને ગુજરાત સાથે આ હવાલા ગેંગની લિંક હોવાની વાત નેપાળ પોલીસે જણાવી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS