રેલવેમાં નોકરીના નામે આંતરાજ્ય કૌભાંડ: 6 ઝડપાયા

  • March 28, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

15 લાખમાં રેલવેમાં નોકરી અપાવવાના કૌભાંડનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પદર્ફિાશ બાદ લખનઉમાં દરોડો પાડી પોલીસે બોગસ ટ્રેનિંગ સેન્ટર ઝડપી લીધુ હતું. રેલવેમાં નોકરીના નામે ચલાવવામાં આવી રહેલા આ આંતરરાજ્ય કૌભાંડના સૂત્રધાર લખનઉના શખસ તથા ગુજરાતના ત્રણ શખસો સહિત પોલીસે છ શખસોની ધરપકડ કરી છે. કૌભાંડીઓએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કણર્ટિક, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના નોકરી વાંચ્છુઓ સાથે છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસના દરોડા દરમિયાન અહીં ટ્રેનિંગ સેન્ટરમાં 17 ઉમેદવારો તાલીમ લઇ રહ્યા હતાં.

 


રેલવેમાં ા.15 લાખમાં નોકરી અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યાનું પોલીસને ધ્યાને આવતા પો.કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ.વી.રબારી તથા તેમની ટીમે તપાસનો ધમધમાટ શ કર્યો હતો તે દરમિયાન હે.કો. પ્રતાપસિંહ ઝાલા અને કો.પુષ્પરાજસિંહ જાડેજાને ખાનગી રાહે તપાસમાં લીમડા ચોકમાં આવેલી આલાપ-બી ઓફિસ નંબર 506માં ઓફિસ ચલાવનાર શૈલેષ દલસાણીયા નામનો શખસ વાલીઓનો સંપર્ક કરી 12 પાસ હોય તેવા યુવાનોને રેલવેમાં 15 લાખમાં નોકરીની લાલચ આપે છે. ત્યારબાદ આ મામલે તપાસ બાદ ઘનશ્યામસિંહ કિરિટસિંહ ચુડાસમા દ્વારા રેલવેમાં નોકરીના નામે તેમની સાથે ઠગાઇ થઇ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં આ પ્રકરણમાં પોલીસે તપાસ કરી આરોપીઓ હિમાંશુ ઉદયભાણ પાંડે (ઉ.વ.32, રહે.લખનઉ), શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગોવિંદપ્રસાદ ગુપ્તા (ઉ.વ.19, રહે.બિહાર), સુરજમોર્ય રમેશમોર્ય (ઉ.વ.20, રહે.લખનઉ) તેમજ જામનગરના ફલ્લા ગામના શૈલેષ ઉર્ફે સેટીંગ મનસુખભાઇ દલસાણીયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ તથા નર્મદા જિલ્લાના રાજપીપળાના ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલ કરીમ ખત્રીને ઝડપી લીધા હતાં. પોલીસે તેમની પાસેથી કોમ્પ્યુટર, એસબીઆઇ બેન્કના બોગસ સિકકા સહિત 9,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 


પોલીસે આ મામલે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, રેલવેમાં નોકરીના આંતરરાજય કૌભાંડની વિગતો મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચને એક ટીમ લખનઉ ખાતે પહોંચી હતી અને અહીં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તેમના બેન્ચ મેટ કે જે ઉત્તર પ્રદેશમાં લો એન્ડ ઓર્ડરના ડીજીપી પ્રશાંતકુમાર હોય તેની સાથે સંપર્ક કરી સ્થાનિક પોલીસની મદદ લઇ લખનઉમાં આલમબાગ રેલવે કોલોનીમાં ચાલી રહેલા ટ્રેનિંગ સેન્ટર પર દરોડો પાડયો હતો જયાં 17 વિદ્યાર્થીઓ તાલીમ લઇ રહ્યા હતાં. પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, સમગ્ર કૌભાંડ મુખ્ય સુત્રધાર લખનઉનો હિમાંશુ આરોપીઓની ભૂમિકા અંગે પોલીસે જણાવ્યું હતું કે, શૈલેષ વાલીઓનો સંપર્ક સાધતો હતો જયારે કલ્પેશ શૈલેષ દ્વારા મોકલવામાં આવેલા ઉમેદવારોને ઇકબાલ ખત્રી કે જે દિલ્હી કે લખનઉ હાજર રહેતો તેની પાસે લઇ જતો હતો. મુખ્ય સુત્રધાર હિમાંશુ બેરોજગાર યુવાનોના ડોકયુમેન્ટ તથા કાગળો મેળવી બોગસ વેબસાઇટ પર બનાવટી એપલોઇમેન્ટ લેટર આપતો હતો. શશીકાંત ઉમેદવારોને ટ્રેનિંગ આપતો તેના બદલામાં 10 હજાર લેતો હતો. જયારે સુરેશ પટાવાળા તરીકે ા.8000માં નોકરી કરતો હતો. આરોપીઓએ રેલવેની સરકારી મિલકતમાં વગર મંજૂરીએ તાલીમ કેન્દ્ર શ કર્યું હતું તેમજ બોગસ વેબસાઇટોમાં સિકકાઓ બનાવ્યા હતાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS