ભારતીય ક્રિકેટર સચિન, યુસૂફ અને બદ્રીનાથ બાદ ઈરફાન પઠાન પણ કોરોના સંક્રમિત

  • March 30, 2021 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. આ મહામારીની બીજી લહેરથી મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ કોરોનાના પ્રકોપથી બચી શક્યા નથી. ગત સપ્તાહમાં સચિન તેંડુલકર, યૂસુફ પઠાન બાદ હવે ઈરફાન પઠાન પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. 

 

 

ઈરફાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને જણાવ્યું છે કે તે કોરોના સંક્રમિત છે. તેણે લખ્યું છે કે તેને કોરોનાના કોઈ લક્ષણ નથી પણ તે કોરોના સંક્રમિત છે. તે ઘરમાં જ કોરોન્ટાઈન છે. તેણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું છે.

 

 

ઈરફાન પહેલા ભારતીય બેટ્સમેન બદ્રીનાથનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તે પણ રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટૂર્નામેન્ટમાં રમ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં રમનાર તે ત્રીજા ક્રિકેટર છે જે કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા સચિન તેંડુલકર અને યુસૂફ પઠાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application