પોલીસ સ્ટેશન છે કે ટોર્ચર સેન્ટર? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યુ માનવાધિકાર અને શારીરિક સુરક્ષાને સૌથી વધુ ખતરો દેશના પોલીસ સ્ટેશનોમાં છે

  • August 09, 2021 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ વિભાગની ખરડાયેલી છબીને લઇને ભારતના ચીફ જસ્ટિસ એનવી રમનાએ પણ ચિંતા વ્યક્ત કરતાં સવાલો ઉભા કર્યા છે. કાયદાકીય વ્યવસ્થા જળવાઇ રહે અને જનતાની સુરક્ષા માટે તૈનાત પોલીસ દળની સમાજમાં નકારાત્મક છબી છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે પોલીસ સ્ટેશનોમાં માનવાધિકારોને સૌથી વધુ ખતરો છે. અહીં સુધી કે જે લોકો વિશેષાધિકારવાળા છે તેઓને પણ થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ ભોગવવી પડી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યુ માનવાધિકાર અને શારીરિક સુરક્ષાને સૌથી વધુ ખતરો દેશના પોલીસ સ્ટેશનોમાં છે.

 

ચીફ જસ્ટિસ એનવી રમના રાજધાની ખાતે નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NALSA)દ્વારા આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે NALSA માટે 'વિઝન અને મિશન સ્ટેટમેન્ટ' સાથે મોબાઇલ એપ લોન્ચ કરી હતી. કાર્યક્રમના સંબોધનમાં તેમણે કહ્યું કે કસ્ટડીમાં ટોર્ચર અને પોલીસના અન્ય પ્રકારના અત્યાચારો મોટી સમસ્યા છે. આપણા સમાજમાં હાલમાં આ બધુ ચાલી રહ્યું છે.

 

ચીફ જસ્ટિસનું કહેવુ હતું કે તાજેતરના રિપોર્ટ દર્શાવે છે કે જે લોકો વિશેષાધિકાર ધરાવે છે તેઓ પણ થર્ડ ડિગ્રીથી બચી નથી શકતા. માનવાધિકાર અને ગરિમા બંધારણીય ગેરંટી છે. એમ છતાં પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે માનવાધિકાર અને શારીરિક અખંડતા માટે ખતરો છે. બંધારણીય ગેરંટી પછી પણ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં લેવાયેલા લોકો પ્રત્યે કાયદાનો સદઉપયોગની કમી જોવા મળી રહી છે.

 

આ અંગે તેમણે જણાવ્યું કે, પોલીસના અત્યાચારો રોકવા અને તેની પર નજર રાખવા માટે જનતાને એમના બંધારણીય અધિકારો અને મફત કાયદા સેવા વિશે માહિતગાર કરવા જરુરી છે. દેશભરના પોલીસ સ્ટેશનો અને જેલોમાં હોર્ડિંગ્સ લગાવા જરુરી બન્યું છે. દેશભરમાં NALSAએ પોલીસ અધિકારીઓને સંવેદનશીલ બનાવા માટે કામ કરવું જોઇએ.

 

ચીફ જસ્ટિસ એનવી રમનાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ પોલીસ કસ્ટડીમાં થયેલા મોચ પર સરકારે સંસદમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. સરકારના રિપોર્ટ મુજબ વિતેલા 3 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં દેશભરમાં 348 લોકોના મોત થયા છે. આ સિવાય કસ્ટડીમાં લીધેલા 1189 લોકોએ યાતના ભોગવવી પડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS