કાલાવડ રોડ કોરોના પ્રૂફ છે?

  • March 23, 2021 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચા-પાનની લારીઓ ઉપર સાંજે રસિયાઓની ભીડ જામે છે પણ પોલીસ લાજ કાઢે છે: સુપર સ્પ્રેડર અહીં જ છૂપાયેલા છે

 


રાજકોટ મહાનગરપાલિકાના પચ્છિમ ઝોન હેઠળના વોર્ડ નં.8 અને વોર્ડનં.10ની વચ્ચોવચ્ચથી પસાર થતો રાજકોટનો ગૌરવપથ કાલાવડ રોડ જાણે કોરોના પ્રુફ બની ગયો હોય તેમ ચાની હોટેલો અને પાનની દુકાનો બહાર બાઈકસવારોની મહેફિલો ફરી મંડાવા લાગી છે. શહેરના જે વિસ્તારોમાંથી કોરોનાના સૌથી વધુ કેસ મળી રહ્યા છે તેમાં કાલાવડ રોડ પણ સમાવિષ્ટ છે છતાં મહાપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર ચાની હોટેલો અને પાનની દુકાનોના માલિકોતી ડરતું હોય તેમ કોઈ પગલાં લેતું નથી! ઉપરોકત તસવીરમાં કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલની સામેના ભાગે આવેલી હોટેલો-પાનની દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સનો કેટલીહદે અને કેવો ખુલ્લેઆમ ભંગ થાય છે તે દ્રશ્યમાન થાય છે. સરકારી તંત્રને કામકાજના કલાકો હોય છે પણ કોરોના તો 24 કલાક તેનું કામ કરે છે! તસવીરમાં ત્યાં ઉભેલીપોલીસની જીપ પણ નજરે પડે છે! મહાપાલિકા તંત્ર પગલાં ન લેતું હોય તો પોલીસ પણ કાર્યવાહી કરી શકે છે. શું મનપા અને પોલીસ સ્ટાફને આ દ્રશ્ય નહીં દેખાતું હોય?       

 

 

ચા-પાનની દુકાને ભીડ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય: સીપી મનોજ અગ્રવાલ
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમાં ચા-પાનની દુકાનોએ એકત્ર થતી ભીડ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. દરેક દુકાનદારોએ પોતાની દુકાને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે જોવાની જવાબદારી રહેશે. પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની શહેશરમ રાખ્યા વિના દંડનીય કાર્યવાહીથી લઈ દુકાનો બંધ કરાવી દેવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. દુકાન ઉપર ટોળા એકત્ર થયા હોય અને પોલીસ લાપરવાહીપૂર્વક કોઇ કાર્યવાહી ન કરે તો પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

 

 

નિયમોની વધુ કડકાઈથી અમલવારી કરાવાશે: ડીસીપી પ્રવીણકુમાર મીણા
ડીસીપી ઝોન 1 અને શહેરની ટ્રાફિક સમસ્યાની દેખરેખ રાખનાર પ્રવિણકુમાર મિણાએ કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરમાં ચ-પાનની દુકાનો પર એકત્ર થતી ભીડ અંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું વધુ કડકાઈપૂર્વક પાલન કરવવામાં આવશે. જે પણ દુકાનોએ ગ્રાહકોની ભીડ જોવા મળશે અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ ગ્રાહકોએ માસ્ક નહીં પહેયર્િ હોય તેવા કિસ્સામાં ગ્રાહકો તથા દુકાનદાર સામે પોલીસ કાર્યવાહી કરશે. દુકાનદારો તમામ નિયમોનું પાલન કરી ધંધા વેપાર કરે તેવી ડી.સી.પી પ્રવીણકુમાર મિણાએ અપીલ કરી છે.

 

 

દુકાનદારોએ પણ ભીડ એકત્ર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ: એસીપી ટ્રાફિક ચાવડા
ટ્રાફિક એસીપી બી.એ.ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરમાં ચા અને પાનની દુકાનોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય જેને લીધે કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. ત્યારે દુકાનદારોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી દુકાન પર આવતા ગ્રાહકોને ટેક અવેના નિયમ સમજાવી વસ્તુ લઈ તુરંત જતા રહેવાનું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવા માટે સમજ આપવી જોઈએ. જો દુકાનદારો પોતાની આ ફરજ નિભાવે તો પોલીસે દંડનીય કાર્યવાહી કરવાની જરૂરિયાત રહેશે નહીં.

 

    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS