કાબુલ એરપોર્ટ પર ISIS હુમલાની ફિરાકમાં, અમેરિકી એજન્સીઓના એલર્ટથી ડર્યુ તાલિબાન

  • August 26, 2021 09:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ અલર્ટ આપ્યું કે ISISના આતંકીઓ કાબુલ એરપોર્ટ પર હુમલો કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યાં છે. આ અલર્ટ બાદ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત અમેરિકાના સૈનિકોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ એક ખાસ અલર્ટ જાહેર કરતા કહ્યું કે, ISISનું ખુરસાન મોડ્યૂલ કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર લોકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. મોટી વાત એ છે કે અમેરિકાના આ અલર્ટને તાલિબાને પણ સમર્થન આપ્યું છે.

 

વ્હાઈટ હાઉસે પહેલાં જ ચેતવણી આપી હતી કે, નાગરિકોને બહાર કાઢવા માટે મોકલવામાં આવેલા અમેરિકાના સૈનિકો જેટલો લાંબો સમય સુધી અફઘાનિસ્તાનમાં રહેશે, એટલી જ સંભાવના વધારે છે કે કાબુલ એરપોર્ટ પર હુમલો કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકાએ 31 ઓગસ્ટ સુધી પોતાના તમામ સૈનિકોને અફઘાનિસ્તાનથઈ પરત બોલાવવા એલાન કર્યુ છે. અમેરિકાના અનેક સહયોગી દેશો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.

 

એક વેબસાઈટે અજાણ્યા રક્ષા અધિકારીનો હવાલો આપતા કહ્યું છે કે, આ ઈનપુટ બાદ એરપોર્ટની સુરક્ષા વિશે અમેરિકાની પણ ચિંતા વધી ગઈ છે. કાબુલ પર કબજા બાદ અફઘાનિસ્તાન છોડવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો એરપોર્ટ બહાર જમાવડો લગાવીને બેઠા છે. આવી સ્થિતિમાં એરપોર્ટની સુરક્ષા કરવાનો પડકાર પણ વધી ગયો છે.

 

સૂત્રનું માનીએ તો ISISનું ખુરસાન મોડ્યૂલના આતંકી પહેલેથી જ અફરા તફરીથી ભરેલા એરપોર્ટ પર વધુ અરાજકતા ફેલાવવા માટેની તૈયારીમાં છે. જેના માટે તેઓ કથિત રીતે અનેક હુમલાને અંજામ આપવા માટે યોજનાઓ બનાવી રહ્યું છે. તાલિબાનના એક પ્રવક્તાએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ISISના ખુરસાન શાખા સંબંધિત હુમલાના રિપોર્ટનું સમર્થન કર્યુ હતું. થોડા દિવસો પહેલાં જ તાલિબાને ISISના ચાર લડાકૂઓને એરપોર્ટની બહારથી પકડ્યા હતા.

 

તાલિબાનીઓએ લોકોને કહ્યું છે કે, તેઓ મોટી સંખ્યામાં એરપોર્ટ તરફ ન આવે. તાલિબાને એરપોર્ટના રસ્તાને અફઘાન નાગરિકો માટે બંધ કરી દીધો હતો. જે બાદ હવે માત્ર વિદેશી નાગરિકો જ કાબુલ એરપોર્ટ તરફ જઈ રહ્યાં છે. તાલિબાને કહ્યું કે, 31 ઓગસ્ટ બાદ એક દિવસ માટે પણ તેઓ એરપોર્ટ પર અમેરિકી સૈનિકોને સહન નહીં કરે.

 

ISISનું ખુરસાન મોડ્યૂલ પહેલાં પણ અફઘાનિસ્તાનમાં અનેક આતંકી હુમલા કરી ચૂક્યું છે. આ આતંકી સંગઠને મે મહિનામાં કાબુલમાં છોકરીઓની એક સ્કૂલ પર થયેલા ઘાતક વિસ્ફોટની જવાબદારી લીધી હતી. જેમાં 68 લોકોનાં મોત અને 165 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખુરસાન મોડ્યૂલે જૂનમાં બ્રિટિશ અમેરિકી HALO ટ્રસ્ટ પર પણ હુમલો કર્યો હતો. જેમાં 10 લોકોનાં મોત અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS