હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી લઈ જાય એ હવે નહીં ચાલે: વિજય રૂપાણી

  • February 25, 2021 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2022 સુધીમાં ગુજરાતના દરેક ઘરને 100 ટકા પીવાનું શુધ્ધ પાણી પુરું પાડવામાં આવશે: માત્ર શહેરમાં નહીં ગ્રામ્ય પંથકમાં પણ ભાજપ્ની લહેરનો ગોધરાની જાહેરસભામાં દાવો


મહાનગરપાલિકાની ચૂંટણી પછી હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોધરા ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં ભાજપ્ના શાસન દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓ પ્રજા સમક્ષ રજૂ કરી હતી. સાથે જ દાવો કર્યો હતો કે ભાજપ્ની લહેર માત્ર શહેરોમાં જ નહીં પણ ગામડાઓમાં પણ છે. વર્ષ 2022 સુધીમાં ગુજરાતના દરેક ઘરમાં 100 ટકા નળ દ્વારા પીવાના શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


લવ જેહાદનો કાયદો ગુજરાતમાં લાવવા વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, લવ જેહાદનો કાયદો ગુજરાતમાં હું કડક રીતે લાવવા માંગુ છું. હિન્દુની છોકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહિ. આગામી વિધાનસભા સત્રમાં આ માટે હું કાયદો લાવવા પ્રયત્ન કરીશ. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામકરણ વિશે કોંગ્રેસે કરેલા વિરોધ અંગે સીએમ રૂપાણી બોલ્યા, મોદીના નામે એક સ્ટેડિયમ થાય અને કોંગ્રેસવાળા સવાલો કરે છે. ત્યારે કોંગ્રેસના જ જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના નામે કેટકેટલા સ્ટેડિયમ છે એ કોંગ્રેસ જોતુ નથી


ગોધરા ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કાળ દરમિયાન કરેલી કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ગુજરાત રાજ્યમાં માત્ર 8થી10 દિવસ દરમ્યાન જ 1000 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી, સાથે જ હજારો રૂપિયાના ઇન્જેક્શન નિશુલ્ક આપવામાં આવ્યા હતા. કોરોનાની ગતિ નિવારવા માટે એક જ દિવસમાં કોરોનાના ટેસ્ટનું રીઝલ્ટ પણ આપી દેવામાં આવતું હતું. ઉપરાંત કોરોના કાળ દરમિયાન ગુજરાત સરકારે ગરીબોને કરોડો રૂપિયાનું રાશન નિ:શુલ્ક આપ્યું હતું તથા 25 લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન પહોંચાડ્યા હતા.


વધુ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં બેરોજગારી વધી હતી જ્યારે ભાજપ્ના શાસનમાં અન્ય રાજ્યોમાંથી લાખો લોકોને રોજગારી માટે ગુજરાતમાં આવ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ ના શાસન માત્ર 22 ટકા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું હતું. ભાજપ સરકારે રાજ્યમાં શોચાલય યોજના 100 ટકા કામ પૂર્ણ કયર્િ છે તથા લુખ્ખા તત્વોને સફાયો કરવા માટે રાજ્યમાં ગુંડા એકટ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા કાયદા લાવવામાં આવ્યા છે. સભામાં મંત્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે. રાહુલે પ્રાસંગિક ઉદ્બોધન કયર્િ હતા. આ પ્રસંગે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, ધારાસભ્ય સુમન ચૌહાણ, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી કુલદીપ સિંહ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS