રાજકોટ : જૈન મહાસતીજીઓએ લીધી કોરોનાની વેક્સિન

  • March 24, 2021 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી જૈન મહાસતીજીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ શહેરમાં રહેલા સો જેટલા મહાસતીજીઓ દ્વારા વેક્સિન મૂકવામાં આવી છે. જે માટે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ કેમ્પ પણ યોજવામાં આવે છે. દીક્ષા ગ્રહણ કર્યા બાદ જૈન સંપ્રદાયના જૈન મુનિઓ તેમજ જૈન મહાસતીજીઓ પાસે કોઈ પણ પ્રકારના ઓળખ કાર્ડ હોતા નથી ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રયાસો બાદ જૈન સંઘના લેટરને યોગ્ય ગણી હાલ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ પ્રક્રિયા આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ શરૂ રહે તેવી શક્યતા સેવાઈ રહેલી છે. રાજકોટમાં 170 જેટલા મહાસતીજીઓ રહે છે. આમ, જૈન ધર્મના લોકોને પણ પ્રેરણા થાય તે માટે જૈન મજાસતીજીઓ દ્વારા રસી મૂકવામાં આવી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS