વિમાન વિહારનો વિરોધ... : ધીરજમુનિ વિહાર કરીને આવવાના બદલે વિમાનમાં આવતા વિવાદ

  • July 21, 2021 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજમાં ફરી એક વખત વિવાદનો મધપુડો છંછેડાયો છે, વર્ષોથી કાર્યરત ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિનું રાતોરાત વિસર્જન કરી દેવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને હવેથી સંપ્રદાયની તમામ વ્યવસ્થા ગોંડલ સંઘને સોંપવામાં આવી છે.

 

આ અંગે જૈન સમાજના અગ્રણીઓ માંથી બહાર આવેલી વિગતો મુજબ,છેલ્લા ઘણા સમયથી ગોંડલ સંપ્રદાયની કાર્યવાહી ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિ સંભાળતી હતી પરંતુ સાધુ અને શ્રાવક બંને સમિતિની કાર્ય પ્રણાલીથી અસંતોષ અને નિષ્ક્રિયતા અનુભવાતા ગોંડલ સંપ્રદાયના 238 સાધુ-સાધ્વીજીઓમાંથી સૌરાષ્ટ્ર કેસરી ગુરુપ્રાણ પરિવારના 8 સંતો અને 134 સાધ્વીજીઓ, એમ કુલ 142 સાધુ-સાધ્વીજીઓ એ બહુમતીથી 14.07.2021ના દિવસે બંને સમિતિનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો હતો.

 

જેમ સંપ્રદાયના વડેરા તપસમ્રાટ ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબે 26.02.1988ના દિવસે તે સમયમાં ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘને ગોંડલ સંપ્રદાયની તમામ કાર્યવાહી સોંપેલ હતી, તેમ અત્યારે ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘને સંપ્રદાયની વ્યવસ્થા ફરીથી સોંપવામાં આવેલ છે. આ બાબત 14.07.2021 ના દિવસે ધીરજમુનિ મહારાજ સાહેબનું ધ્યાન દોરવામાં આવેલ હતુ.

 

ગુરુપ્રાણ પરિવારના ગાદીપતિ ગુરુદેવ ગિરીશચંદ્રજી મ.સા.ના સુશિષ્ય સુશાંતમુનિ મ.સા., તપસમ્રાટ ગુરુદેવ રતિલાલજી મ.સા.ના સુશિષ્ય નમ્રમુનિ મ.સા. આદિ ઠા. 5, નિડરવક્તા ગુરુદેવ જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય પારસમુનિ મ.સા., ધ્યાન સાધક પૂજ્ય ગુરુદેવ હસમુખમુનિ મ.સા.ના સુશિષ્ય ચેતનમુનિ મ.સા., એમ 8 સંતો અને સંપ્રદાયવરિષ્ઠા પ્રાણકુંવરબાઈ મ. આદિ 134 મહાસતીજીવૃંદ વતી સભ્યોએ આ ઠરાવ કર્યો છે. આ ઠરાવ સમિતિના સભ્યો પ્રવીણભાઈ કોઠારી દિલીપભાઈ પારેખ, ચંદ્રકાંત ભાઈ શેઠ અને સુરેશભાઈ કામદાર ને મોકલી દેવામાં આવ્યો છે.

 

કોલકાતા થી અમદાવાદ સુધી વિમાન ની સફર બન્યો વિવાદ

સ્થાનકવાસી જૈન સમાજમાં આ વિવાદ ભારે ચર્ચાનું કારણ બન્યો છે. આ વિવાદના મૂળમાં ધીરજમુનિ અને તેમની સાથે ત્રણ સાધ્વીજી કોલકતા થી અમદાવાદ સુધી વિમાનમાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને આ મુદ્દે સમિતિના સભ્યોએ ખુલાસો માગ્યા બાદ વિવાદ ઊભો થયો હોવાનું જૈન સમાજ ના સુત્રો જણાવી રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS