જામનગરમાં વધુ નવ સેમ્પલ ચેક કરવાનું કામ શરૂ, સાંજ સુધીમાં રીપોર્ટ જાહેર થશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધીમાં કુલ ૪૪ સેમ્પલ ચેક કરવામાં આવ્યા તેમાં રાજકોટના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ જામનગરના એક વૃદ્ધને દ્વારકાની એક મહિલા આઇસોલેશન વોર્ડમાં દાખલ

જામનગરની જી.જી.હોસ્પિટલમાં વધુ બે દર્દીઓ શંકાસ્પદ ના આવ્યા છે દ્વારકાની ૨૫ વર્ષની મહિલા અને જામનગરના ૬૦ વર્ષના વૃદ્ધને તાવ શરદી ઉધરસ હોય તાત્કાલિક અસરથી જી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા છે અને તેના બ્લડ અને કફના નમૂના લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે બીજી તરફ સુધીમાં 44 દર્દીઓના સેમ્પલ અને ચેક કરવામાં આવ્યા છે જેમાં રાજકોટના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને નવ દર્દીઓના રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે

 

સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરની જી.જી.હોસ્પિટલમાં થી સૌરાષ્ટ્રમાંથી કોરોના શંકાસ્પદ દર્દીઓ ના સેમ્પલો આવ્યા છે જેની સંખ્યા નવ થઈ ગઈ છે આ લખાય છે ત્યારે નવ દર્દીઓના સેમ્પલ ચેક કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને દ્વારકાની ૨૫ વર્ષની એક યુવતી અને જામનગરના ૬૦ વર્ષના વૃદ્ધ ની તબિયત બગડતાં આ બન્નેને જિદ્દી હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા છે

 

જામનગરની જી.જી.હોસ્પિટલમાં નોડલ ઓફિસર ડોક્ટર એસ એસ ચેટરજી ડોક્ટર સિંગાળા ડોક્ટર દીપક તિવારી તેમજ ડોક્ટર નંદિની દેસાઈ ડોક્ટર નંદિની bihari શહેરના ડોક્ટર સતત જહેમત ઉઠાવી રહ્યા છે જામનગરના સાત વર્ષના વૃદ્ધ દાખલ કરવામાં આવ્યો છે જેથી તંત્ર દોડાદોડી થઈ ગઈ છે આ લખાય છે ત્યાં રિપોર્ટ કરવાની કામગીરી ચાલુ છે બપોર સુધીમાં રીપોર્ટ આવી જાય તેવી શક્યતા છે દ્વારકા ની ૨૫ વર્ષની યુવતીને પણ તાવ શરદી ઉધરસ હોય તેને પણ એ ડમી ટ કરવામાં આવી છે

 

અત્યાર સુધીમાં જામનગર હોસ્પિટલમાં રાજકોટના 10 જામનગરના 10 અમરેલીના એપ ગીર સોમનાથના એક કચ્છના બે પોરબંદરના ચાર દ્વારકાનો એક ભાવનગરના પાંચ જૂનાગઢના એક અને મોરબી જિલ્લાના એક દર્દીઓના નમૂના ચેક કરવામાં આવ્યા હતા ગઇકાલ સુધીમાં કુલ 36 દર્દીના નમૂના ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 35 નમૂનાને દેવા આવ્યા છે અને એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે દર્દી રાજકોટનો હોવાનું જાહેર થયું છે આજે સવારે ફરી થી કુલ ૯ દર્દીના નમૂના ચેક કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી આવ્યા છે અને સાંજ સુધીમાં તમામ ના રિપોર્ટ આવી જશે એટલે કે અત્યાર સુધીમાં કુલ ૪૪ દર્દીના નમૂના જામનગરની લેબમાં ચેક કરવામાં આવ્યા છે

 

જામનગરની જી.જી.હોસ્પિટલમાં અગમચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે તંત્ર કોઇ પણ જાતની કચાશ રાખવામાં આવતું નથી એટલું જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી જે દર્દીના બ્લડ અને કફના નમૂનાને આવે છે તે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચેક કરવામાં આવે છે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેન અરજીના નમુના ચેક કરવામાં આવી રહ્યા છે લોકોમાં કોઈપણ જાતનો વધુ ભય ન ફેલાય તે માટે તંત્રની અપીલ કરવામાં આવી છે અને પોતે જ સાવચેત રહે તેની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS