જામ્યુકો દ્વારા વધુ 19 કેસમાં 9,800નો દંડ ફટકારાયો

  • July 03, 2021 11:26 AM 

માસ્ક વગર ફરતા 5 અને સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા 14 લોકો પાસેથી દંડ વસુલ : અત્યાર સુધીમાં કોર્પોરેશનને 26.21 લાખની આવક

જામનગર મહાપાલીકા દ્વારા શહેરમાં માસ્ક વીના ફરતા અને સોશ્યલ ડીસ્ટન્સ ન જાળનારા લોકો પાસેથી દંડની રકમ વસુલ કરવામાં આવે છે, ગઇકાલે વધુ 19 કેસમાં 9800 નો દંડ ફટકારવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં કોર્પોરેશનને ા. 26.21 લાખની માતબર આવક થઇ છે. ગઇકાલે માસ્ક વીના ફરતા પાંચ લોકો પાસેથી ા. 5000 અને 14 લોકો પાસેથી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ ા. 4800 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં માસ્કના 942 કેસમાં ા. 961500 અને સોશ્યલ ડીસ્ટન્સના 6377 કેસમાં 1659610 થઇ કુલ ા. 2621110 નો દંડ વસુલાયો છે, જયારે 120 દુકાનો સીલ કરવામાં આવી છે.

કલેકટર કચેરીમાં સોશ્યલ ડીસ્ટન્સનું સરેઆમ ભંગ, કાર્યવાહી કેમ નહીં ?

જામનગર મહાપાલીકા દ્વારા શહેરમાં માસ્ક વીના ફરતા અને સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા વેપારીઓ પાસેથી મોટા ઉપાડે કોરોનાની મહામારીમાં દંડ ઉઘરાવે છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી કલેકટર કચેરીમાં આવકના દાખલા મેળવવા લાંબી લાંબી કતારો થાય છે એટલુ જ નહીં આ કચેરીના કર્મચારીઓ મોડા આવવાના કારણે લોકોની વધુ ભીડ જમા થાય છે, શું જામનગર મહાનગરપાલીકાના અધિકારીઓ આ અંગે કાર્યવાહી કરી શકે કે કેમ તે સવાલ ઉઠયો છે, સેવાસદન જામનગર મહાપાલીકાના વિસ્તારમાં જ આવે છે ત્યારે મહાપાલીકાના ઉત્સાહી અધિકારીઓએ આ અંગે પણ વિચારવું જોઇએ અને જે જે લોકો માસ્ક વીના ફરે છે તેમજ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરે છે તેની પાસેથી સેવા સદન વિસ્તારમાં પણ દંડ વસુલ કરવો જોઇએ અને આ અંગે કાર્યવાહી કેમ કરાતી નથી તેવો પ્રશ્ર્નાર્થ લોકોમાં ઉઠયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS