જેટ એરવેઝ 2022 થી પુનઃ સેવા શરૂ કરશે

  • September 02, 2021 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસ મહામારીને કારણે તેમજ ભયંકર નાણાકીય સંકટને લીધે છેલ્લા બે વર્ષથી બંધ પડેલી જેટ એરવેઝની સેવા 2022 થી પુનઃ શરૂ થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે તેમ સત્તાવાર અહેવાલ માં માહિતી આપવામાં આવી છે. સખત નાણાકીય તંગીનો સામનો કરનારી એરલાઈન 2022 ના પ્રથમ ક્વાર્ટર થી પોતાની ઉડાનો શરૂ કરવાની તૈયારી કરી રહી છે અને ટૂંક સમયમાં જ સત્તાવાર તારીખની જાહેરાત પણ કરવામાં આવશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત જૂન માસમાં નેશનલ કંપની લો વિમલ દ્વારા તેના પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી હતી અને ત્યારબાદ એરલાઈનની સેવાને પુનઃ શરૂ કરી દેવાની તૈયારી કરવામાં આવી હતી. ઉઝબેકિસ્તાન ખાતેના બિઝનેસમેન મુરારીલાલ જાલન તેમજ લન્ડન ખાતેના કારલોક કેપિટલ કંપનીને મંજૂરી આપી દેવામાં આવી હતી.

 

કંપનીના ટોચના અધિકારીઓએ મીડિયાને એવી માહિતી આપી છે કે આ બારામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને બેઠકોના દોર ચાલી રહ્યા છે. એરલાઈનની સેવા ને પુનઃ શરૂ કરવા માટેની તમામ તૈયારી પણ થઈ રહી છે અને હવે પછી સ્ટાફની ભરતી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે જો કે તે પહેલા કેટલીક વિધિઓ પૂરી કરવાની છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS