દેશમાં આઇ.એસ આતંકી નેટવર્કનો પર્દાફાશ જેહાદીઓની ભરતી કરવામાં આવી રહી હતી

  • August 07, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશની પોલીસ દ્વારા અલ-કાયદાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા આઇ.એસ ના આતંકી નેટવર્ક નો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને પાછલા એક માસમાં જમ્મુ-કાશ્મીર તેમ જ કર્ણાટક અને કેરળ માં એક ડઝનથી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

 

પકડાયેલા કેટલાક શંકાસ્પદોની પૂછપરછ માં એવું બહાર આવ્યું છે કે આઇ.એસ માટે જેહાદીઓ ની ભરતી કરવામાં આવી રહી હતી અને તેના માટે ઓનલાઈન કામગીરી પણ ચાલી રહી હતી. દરોડામાં કુલ ૧૦ જેટલા આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછમાં કેટલાક નવા ધડાકા થઇ રહ્યા છે.

 

સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ એવી માહિતી આપી છે કે આતંકવાદીઓ દ્વારા ક્રોનિકલ ફાઉન્ડેશનના નામથી એક ઈનસટા ચેનલ પર મોટી સંખ્યામાં દુષ્પ્રચાર સામગ્રી નાખી રહ્યા હતા અને યુવાનોની ભરતી માટે કામગીરી ચાલી રહી હતી.

 

આ ચેનલના દુનિયાભરમાં ૫૦૦૦ જેટલા સક્રિય સભ્ય હોવાનું પણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેમાં સામેલ રહેલા લોકોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવશે.

 

આ ચેનલના સભ્યોની તપાસ કરવામાં આવી ત્યારે સુરક્ષા એજન્સીના અધિકારીઓને કર્ણાટકના કેટલાક શહેરો તેમજ જમ્મુ કાશ્મીર શ્રીનગર માં તેના લોકેશન જાણવા મળ્યા હતા. કાશ્મીરમાં આઇ.એસ આતંકીઓ માટે વ્યવસ્થા ઊભી કરવાનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS