દેશને મળશે ચોથું હથિયાર, જોન્સને કોરોનાની સિંગલ ડોઝ વેક્સિનની મંજૂરી માગી

  • August 06, 2021 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશને કોરોનાવાયરસ વિરુદ્ધની લડાઈમાં ચોથું હથિયાર મળી જવાની શક્યતા છે કારણ કે અમેરિકાની ફાર્મા કંપની જોહન્સન દ્વારા પોતાની સિંગલ ડોઝ વાળી વેક્સિન ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માગવામાં આવી છે.

 

જો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવશે તો દેશમાં રસીકરણ અભિયાન ને ગતિશીલ બનાવવા માં અમેરિકાની કંપનીની રસી ખૂબ જ ઉપયોગી અને સહાયભૂત બનશે. આ રસીને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

 

અત્યારે દેશમાં કોવિશીલડ અને કોવેકસિન તથા રશિયાની રસી ની મદદથી મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે આ બધી ડબલ ડોઝ વાળી રસીઓ છે. જ્યારે જોહન્સન ની રસી સિંગલ ડોઝ વાળી છે અને દેશમાં જો આ ચોથું હથિયાર જલ્દી મળી જશે તો રસીકરણ અભિયાનને વેગ મળશે.

 

ગયા સોમવારે જ અમેરિકાની કંપની દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતમાં પોતાની રસી પહોંચાડવા માટે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ સંબંધમાં ભારત સરકાર સાથે ચાલી રહેલી વાતચીતથી અમને ઘણી આશા છે.

 

કંપનીના પ્રવકતાએ એવી માહિતી આપી છે કે અમે ચાલુ વર્ષના ઓગસ્ટ 5 ના રોજ ભારત સરકાર સમક્ષ અમારી રસી ના ઈમરજન્સી ઉપયોગ માટેની અરજી કરી હતી અને હવે અમને મંજૂરી નો ઇંતજાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS