જૂનાગઢ: યુવતીને દુબઈમાં મોલનો માલિક ગણાવનાર બરેલીનો ડ્રાઈવર નીકળ્યો

  • December 13, 2022 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં  માતા પિતાને ઊંઘ ની દવા ખવડાવી બેંક ક્રેડિટ કાર્ડ મારફતે ૨.૪૫ લાખથી વધુ રકમ ઉપાડવા મામલે  પુત્રી સામે નોંધાવેલી ફરિયાદમાં યુપીના બરેલી થી ઝડપાયેલ પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ  દ્વારા સંપર્ક થયેલ યુવકની  પણ સંડોવણી ખુલી છે.


જૂનાગઢમાં રાધાકૃષ્ણ નગરમાં રહેતા અને બી એસ એન એલ માં ફરજ બજાવતા રાજેશકુમાર ચિત્રે અને તેમના પત્ની ને જમવાની રસોઈમાં ઘેન ની દવા નાખી બેભાન કરી બેંક એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ અને મોબાઈલ લઈ પિતાના જ ખાતામાંથી ૨.૭૫ લાખ ટ્રાન્સફર કરી લેવા મામલે પુત્રી સામે જ નોંધાવેલી ફરિયાદમાં સી ડિવિઝન અને એલસીબી સહિતની ટીમે મોબાઈલ ટ્રેસિંગ ને આધારે બરેલી થી યુવતીને ઝડપી કરાયેલ પૂછપરછમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં  ચાર વર્ષ પહેલા સંપર્કમાં આવેલ અને દુબઈમાં મોટો મોલ તથા ગાડી બંગલા હોવાનું બતાવી યુવતી સાથે લગ્ન કરી દુબઈ લઈ જવાની લાલચમાં ફસાયેલી યુવતી નો ભોગ માતા પિતા ને બનવું પડ્યું હતું.


સમગ્ર બનાવ તરફ નજર કરીએ તો રાધાકૃષ્ણ નગરમાં રહેતા રાજેશકુમાર ચિત્રે અને તેની પત્નીને ૭ ડિસેમ્બરના તેમની જ દીકરી એ જમવાની રસોઈમાં ઊંઘ ની દવા ખવડાવી બેભાન કરી ઘરેથી બે મોબાઈલ ફોન, અને વિવિધ બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડ લઈ નાસી ગયા બાદ ખાતામાંથી રૂપિયા૨. ૭૫ લાખ ટ્રાન્સફર થતા નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પોલીસે ઊંડાણપૂર્વક ના તપાસના ચક્રો હાથ ધરી પ્રાથમિક તબક્કે સી ડિવિઝન પીએસઆઇ વાળા  ટીમે યુવતીના મોબાઇલ ટ્રેસિંગ ની પ્રક્રિયામાં રાજકોટ ને ત્યારબાદ યુપીના બરેલી સુધી પગેરું મળતા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન અને ડીવાયએસપી હિતેશ ધાંધલયાના નિદર્શન હેઠળ  મોબાઈલ ટ્રેસિંગ ને આધારે એલસીબી અને સી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કરી તાત્કાલિક બરેલી પહોંચી યુવતીને ઝડપી ઊંડાણપૂર્વક ની પૂછપરછ માં બરેલીના  ઇન્સ્ટાગ્રામ પર જ મિત્ર થયેલ યુવકની પણ સંડોવણી ખોલી હતી.


સમગ્ર બનાવમાં યુવતી ના જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામ મા  વર્ષ  ૨૦૧૭-૧૮ થી યુપીના બરેલીમાં રહેતા  એહમદ નફીસ અહેમદ ખાન ના પરિચયમાં આવેલ  યુવક દ્વારા દુબઈમાં હોટલ મેનેજમેન્ટ નો અભ્યાસ તેમજ પિતા સાથે દુબઈમાં વ્યાપાર પિતાનો એકનો એક પુત્ર હોવાનું જણાવી બે મોલ ,ત્રણ રેસ્ટોરન્ટ તથા ઉત્તર પ્રદેશના બરેલીમાં ત્રણ હોટલ એક ઓડી,બી એમ ડબલ્યુ કાર  સહિતનું જણાવી અને દુબઈની તમામ પ્રોપર્ટી વેચી બરેલી સ્થાયી થયા હોવાનું જણાવી બરેલી આવવા જણાવેલ યુવતી દ્વારા તેડવા નું કહેતા  કામમાં વ્યસ્ત હોવાનું અને જુનાગઢ આવતા બીક લાગતી હોવાનું જણાવી બરેલી આવ્યા બાદ દુબઈ સ્થાયી થવા નું જણાવી વિશ્વાસમાં લઈ યુવતી ને તમામ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ લઈ રાજકોટ થી વિમાન દ્વારા દિલ્હી આવવાનું જણાવી યુવતીને પોસ્ટ મારફત જ બરેલી થી રાહત અહેમદે ૨૦ ઘેનની ગોળી નું પાર્સલ મોકલતા યુવતીએ માતા-પિતાને નીંદર ની દવા પીવડાવી બંનેના મોબાઇલ એટીએમ ક્રેડિટ કાર્ડ સહિતની ચીજ વસ્તુઓ લઈ નીકળી ગયા બાદ રાજકોટ થી દિલ્હીની વિમાન ટિકિટ યુવતી ના પિતા ના ખાતામાંથી જ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી ટિકિટ પીડીએફ કરી વોટસઅપ મારફત મોકલાવી રાજકોટ થી વિમાન દ્વારા દિલ્હી પહોંચેલ યુવતીને રાહત અહેમદ તેડી ગયેલ હતો.


  જોકે યુવકે દર્શાવેલી કેફિયત કરતા ઊલટું જ ચિત્ર સામે આવ્યું હોય તેમ દુબઈમાં આંબા આંબલી હોવાનું દર્શાવનાર યુવક બરેલીનો કાર ડ્રાઇવર નીકળ્યો હતો. ઝડપાયેલ ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા રાહત અહેમદ નફીસ અહેમદ ખાનની પૂછપરછમાં૧૦ ધોરણ સુધી અભ્યાસ કરતા અને દુબઈમાં મોલ રેસ્ટોરન્ટ કે મોટરકાર ન હોવાનું જણાવી મોટર ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું જણાવી પરિવારમાં પિતાજી દિવ્યાંગ છે અને માતા માનસિક બીમાર તથા એક ભાઈ અને એક બેન હોવાનું જણાવ્યું હતું.  નાનો ભાઈ સલમાનને બરેલીમાં મોટર સાયકલનું સર્વિસ સ્ટેશન હોવાનું કબૂલ્યું હતું.  અને રાહત અહેમદ મોટરકાર ડ્રાઇવિંગ કરતો હોવાનો કબૂલાત કરી જૂનાગઢમાં રહેતી યુવતી ને ૨૦ ઊંઘની ગોળી બરેલી થી મોકલેલ હતી અને૭ ડિસેમ્બરના યુવતી ની બુક કરાવેલી રાજકોટ દિલ્હી ની ટિકિટ ની ૨૪ હજાર ઓનલાઇન પેમેન્ટ થી કરી હતી ત્યારબાદ બરેલી થી યુવતી પાસે રહેલ ક્રેડિટ કાર્ડ મારફત અલગ અલગ પેટ્રોલ પંપ પર જઈ એક પેટ્રોલ પંપ પરથી ૬૦ હજાર અને બીજા પેટ્રોલ પંપ પરથી ૧.૭૫ લાખ  મળી ૨.૩૫ લાખ ની રોકડ અને વિમાનની ટિકિટ મળી કુલ ૨.૫૯ લાખ ની રકમ ઓનલાઇન પેમેન્ટ થી ઉપાડ્યા હોવાનું કબૂલ્યું હતું .
​​​​​​​
સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા હજુ પણ ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમ જ યુવક ની અગાઉ ગુન્હાઓ મા સંડોવાયેલ છે કે તેમજ તેની સાથે અન્ય કોઈ ટોળકી છે કે નહીં તે અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
જુનાગઢ થી બરેલી સુધીની ઊંડાણપૂર્વકની પૂછપરછ ની કામગીરીમાં એલસીબી પીઆઇ સિંઘવ, પીએસઆઇ ગઢવી ,જલુ ,સી ડિવિઝન પીએસઆઇ વાળા  સહિતની ટીમ એ  ગુન્હા નો ભેદ ઉકેલવા કરેલી કામગીરી ઉપરાંત યુવતી ને ઝડપી વધુ પૂછપરછનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application