ભરુચ ખાતેની વેલફેર હોસ્પિટલની આગ મામલે તપાસ માટે જસ્ટિસ ડી.એ. મહેતા તપાસ પંચની રચના

  • May 07, 2021 06:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા દિવસો પહેલા ભરુચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની તપાસ માટે તપાસ પંચની રચના કરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભરુચ ખાતેની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના સંદર્ભે રાજ્ય સરકારે તલસ્પર્શી તપાસ થાય તેવી વ્યવસ્થા કરી છે. 

 

 

આ માટે કમિશન ઓફ ઈન્કવ્યરી એકટ હેઠળ નિવૃત જસ્ટિસ ડી  એ મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવાનો  રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ તપાસ પંચ યોગ્ય તપાસ કરી ઘટના બનવા પાછળના કારણ કયા હતા. આવા બનાવ કેવી રીતે અટકાવી શકાય તે સંદર્ભે રાજ્ય સરકારને અહેવાલ સોંપશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS