કંગનાએ કર્યો મોટો ખુલાસો, અક્ષય કુમારનું પણ લીધું નામ

  • April 08, 2021 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ કંગના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે દેશ અને ઇન્ડસ્ટ્રીને લગતા મુદ્દાઓ પર પોતાના અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. હાલ જ કેટલાક આવા જ કારણોસર કંગના હેડલાઇન્સમાં આવી છે. તાજેતરમાં કંગનાએ ફરી એકવાર 'મૂવી માફિયા' પર નિશાન સાધ્યું છે. આ સાથે, તેમણે કહ્યું છે કે કેવી રીતે મોટા સ્ટાર્સ તેમની પ્રશંસા કરવા માટે ગુપ્ત રીતે કોલ કરે છે. કંગનાએ આનું કારણ પણ જણાવ્યું છે. કંગનાએ તેની પોસ્ટમાં અભિનેતા અક્ષય કુમારનું નામ પણ લીધું છે.

કંગનાએ સ્કિન રાઇટર અનિરુધ ગુહાના એક ટ્વીટના જવાબમાં આ પોસ્ટ કરી છે. જેમાં તેણે કંગનાની પ્રશંસા કરી હતી. અનિરુધે ટ્વિટર પર એક પોસ્ટ જોઇ હતી, જે મુજબ બોલીવુડમાં મંતવ્યો રાખવા તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આ અંગે અનિરુધે જવાબ આપ્યો અને લખ્યું - 'કંગના એક અસાધારણ, પેઢીમાં એકવાર થનારી અભિનેત્રી છે. 

અનિરુધના આ ટ્વિટ પર કંગનાએ લખ્યું કે- 'બોલિવૂડ એટલું શત્રુતાપૂર્ણ છે કે અહીં મારી પ્રશંસા કરવાથી પણ લોકો મુશ્કેલી ઉભી કરી શકે છે, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સથી પણ મને ઘણા ગુપ્ત કોલ અને સંદેશા મળે છે. તેમણે થલાઇવી ફિલ્મની જોરદાર પ્રશંસા કરી, પરંતુ આલિયા અને દીપિકાની ફિલ્મોની જેમ તેઓ ખુલ્લેઆમ તેની પ્રશંસા કરી શકતા નથી. મૂવી માફિયાનો આતંક '.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS