કંગના રનૌતનું બોક્સ ઓફિસ પર વર્ચસ્વ જારી ! જાણો કેટલું થયું 'થલાઈવી'નું વીકેન્ડ કલેક્શન ?

  • September 14, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંગના રનૌતની ફિલ્મ 'થલાઇવી' થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ હાલમાં માત્ર થોડા સ્થળોએ જ રિલીઝ થઈ રહી છે. તેથી વિવેચકો અને ચાહકો તરફથી પ્રશંસા મળ્યા બાદ પણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ધીમું રહ્યું છે. જો બોક્સ ઓફિસ કલેક્શન પર નજર કરીયેતો 'થલાઇવી'એ આ સપ્તાહમાં 4.75 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 1.25 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે ફક્ત તમિલનાડુમાં 80 લાખથી વધુ કમાણી કરી હતી, જ્યારે ઉત્તર ભારતમાં આ ફિલ્મ 25 લાખના આંકડા સુધી પહોંચી હતી.

 

એ.એલ. વિજયે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર બનેલી આ બાયોપિક છે. 'થલાઇવી'ના હિન્દી વર્ઝને ત્રણ દિવસમાં કુલ એક કરોડની કમાણી કરી છે. ફિલ્મે શુક્રવારે 25 લાખ, શનિવારે 30 લાખ અને રવિવારે 45 લાખની કમાણી કરી છે. આ સાથે તમિલનાડુમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં 2.75 કરોડની કમાણી કરી છે.

 

ફિલ્મે બેંગ્લોરમાં જ 50 લાખની કમાણી કરી છે. કંગનાની આ ફિલ્મે માત્ર ચેન્નઈમાં 1 કરોડની કમાણી કરી છે. થોડા સમય પહેલા સિમી ગરેવાલે ખુલાસો કર્યો હતો કે 'જયા જી ઈચ્છતા હતા કે એશ્વર્યા રાય તેમનું પાત્ર ભજવે, પરંતુ મને લાગે છે કે તે કંગનાને જોઈને ખૂબ ખુશ થઈ હોત અને તેની પ્રશંસા કરી હોત. આ સાથે અરવિંદ સ્વામી સંપૂર્ણપણે MGRની પ્રતિકૃતિ હોવાનું જણાય છે.

 

ફિલ્મમાં કંગના સાથે મધુ, પ્રકાશ રાજ, જીશુ સેન ગુપ્તા, ભાગ્યશ્રી અને પૂર્ણા મુખ્ય રોલમાં જોવા મળશે. 'થલાઇવી' સિવાય, કંગના પાસે ઘણા પ્રોજેક્ટ પણ છે. કંગના હાલમાં એક્શન ફિલ્મ 'ધાકડ' કરી રહી છે, જેમાં તે અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા સાથે જોવા મળશે. આ સિવાય તે 'તેજસ'માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે વાયુસેનાના પાયલેટની ભૂમિકામાં જોવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS