કર્ણાટક સરકારનું કોરોના મામલે કડક વલણ, નિયમ પાલન નહીં કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખી કર્ણાટક સરકારએ કેટલાક નિયમ લાગૂ કર્યા છે. સરકારએ મહામારી રોગ અધિનિયમ અંતર્ગત કલમ 2,3,4 હેઠળ અસ્થાયી નિયમોની ઘોષણા કરી છે. રાજ્યના લોકોને પણ રોગચાળા અંગે કેટલાક નિયમોનું પાલન કરવા જાણ કરવામાં આવી છે. 

 

કોરોનાના શંકાસ્પદ કેસની સ્ક્રીનિંગ માટે તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ફ્લૂ વોર્ડ બનાવવાના નિર્દેશ કરવામાં આવ્યા છે. જો કોઈ ખાસ વિસ્તારમાં સંક્રમણ જોવા મળે તો ત્યાં જિલાધિકારીને બીમારીને રોકવા જરૂરી પગલા ભરવા નિર્દેશ કરાયા છે. જેમાં તે વિસ્તારને સીલ કરવું, લોકોની અવરજવર પર રોક લગાવવી, શાળા, ઓફિસમાં રજા રાખવી અને જરૂર જણાય તો સરકારી કે ખાનગી બિલ્ડીંગને આઈસોલેશન વોર્ડ બનાવી દેવો. આ ઉપરાંત આ નિયમોનું પાલન જે ન કરે તેના વિરુદ્ધ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS