કરોડો રૂપિયાની કાર ખરીદીને ખુબ ખુશ છે કાર્તિક આર્યન

  • April 08, 2021 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્તિક આર્યન હાલ જ બ્રાન્ડ ન્યુ કાર લેમ્બોર્ગિનીના માલિક બન્યા છે. તેણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતાની કાર સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. કોરોના નેગેટિવ આવ્યા પછી કાર્તિકે આ કાર સાડા ચાર કરોડ રૂપિયામાં ખરીદીને પોતાને ગિફ્ટ કરી છે.

હવે કાર્તિકનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની કારની સામે નમી રહ્યો છે. વિડીયોમાં તે કારની બહાર નીકળી ને તેને નમન કરે છે. આ પહેલા કાર્તિકે તેની કાર સાથેનો એક વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું - 'ખરીદી લીધી' .. પણ હું કદાચ મોંઘી ચીજો માટે બન્યો જ નથી'. ખરેખર, નવી કારની ઉજવણીમાં, ઉજવણી દરમિયાન શો-રૂમમાં ફુગ્ગાઓ ફોડવામાં આવે છે. ત્યારે તેના અવાજથી કાર્તિક ચોંકી જાય છે. 

કાર્તિકના ચાહકો તેમને નવી કાર માટે અભિનંદન આપી રહ્યા છે, સાથે સાથે અનેક હસ્તીઓએ પણ કમેન્ટ દ્વારા કાર્તિક માટે ખુશી વ્યક્ત કરી રહી છે. ભૂમિ પેડનેકરે, જે કાર્તિકના સહ-કલાકાર હતા, તેમણે લખ્યું હતું- 'તમે એક મોંઘી ચીજ છો'. આ ઉપરાંત ડબ્બુ રતનાની, મનીષ મલ્હોત્રા અને અનુભવ સિંહા સહિતના અન્ય લોકોએ પણ કાર્તિકને અભિનંદન પાઠવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application