કેરળમાં નવી મુસીબત, આ પોસ્ટ કોવિડ સમસ્યાના કારણે ગુમાવ્યો 4 બાળકોએ જીવ

  • August 29, 2021 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ મહિનામાં કેરળમાં 300 થી વધુ બાળકો મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ-ઇન ચિલ્ડ્રન થી સંક્રમિત થયા હતા. જેમાંથી 4 ના મોત થયા હતા. MIS-C કેરળ માટે નવી ચિંતા તરીકે ઉભરી આવ્યું છે. એક તરફ કોવિડના કેસોમાં પણ અહીં વધારો જોવા મળી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજય કહ્યું હતું કે જો માતાપિતાને તેમના બાળકોમાં  MIS-C ના લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી મદદ લેવી. "આ રોગ સાધ્ય છે, પરંતુ જો તેને અવગણવામાં આવે તો તે મુશ્કેલી સર્જી શકે છે.  

 
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે MIS-C એ બાળકોમાં કોવિડ પછી થતો રોગ છે. જે કોરોના વાયરસમાંથી સાજા થયાના ત્રણ-ચાર અઠવાડિયા પછી તાવ, પેટમાં દુખાવો, લાલ આંખો અને ઉબકાના લક્ષણો દર્શાવે છે.  MIS-C સંક્રમિત બાળકોના કેસોમાં મોટાભાગના 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. આ વર્ષે માર્ચમાં થિરુવનંતપુરમની સરકારી હોસ્પિટલમાં પ્રથમ MIS-C કેસ નોંધાયો હતો.
 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS