જાણો વાવાઝોડા સમયે બંદર પર લાગતા વિવિધ નંબરના સિગ્નલનો શું થાય છે અર્થ

  • May 17, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર તરફ તીવ્ર ગતિથી તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હાલ જે સ્થિતિ છે તેના આધારે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગ્રેટ ડેન્જર એલર્ટ આપ્યું છે. આ સાથે જ રાજ્યના પોરબંદર અને વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે જ્યારે ઘોઘામાં 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 

 

 

વાવાઝોડા સમયે વિવિધ બંદરો પર આ રીતે સિગ્નલ લગાવવામાં આવે છે. ત્યારે પ્રશ્ન ચોક્કસથી થાય કે આ સિગ્નલનો અર્થ શું થાય અને કયા નંબરનું સિગ્નલ ક્યારે લગાડવામાં આવે છે. તો આ પ્રશ્નનો જવાબ આજે જાણી લો. 

 

 

1 નંબરનું સિગ્નલ
હવા તોફાની નથી. વાવાઝોડું આવશે કે નહીં તેની નિશાની હોય છે. પવનની ગતિ 1-5 કિમી

 

2 નંબરનું સિગ્નલ
વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ દર્શાવે છે કે દરિયામાં જતી હોડીને સમુદ્રી બળનો સામનો કરવો પડશે. પવનની ગતિ 6થી 12 કિમી 

 

3 નંબરનું સિગ્નલ
હવાથી બંદર ભયમાં છે. પવનની ગતિ 13થી 20 કિમી

 

4 નંબરનું સિગ્નલ
વાવાઝોડાના કારણે બંદર જોખમમાં છે. પરંતુ જોખમ એટલું  ગંભીર નથી કે જેના માટે કોઈ સાવચેતીના પગલા લેવા પડે. પવનની ગતિ 21થી 29 કિમી

 

5 નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી પસાર થવાની સંભાવ છે. જેથી બંદર પર ભારે પવન ફુંકાવાની સંભાવના છે. પવનની ગતિ 30થી 39 કિમી

 

6 નંબરનું સિગ્નલ 
વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાની સંભાવના જેથી બંદર ઉપર અતિભારે પવન ફુંકાઈ શકે છે. પવનની ગતિ 40થી 49 કિમી

 

7 નંબરનું સિગ્નલ (ભય) 
બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે. પવનની ગતિ 50થી 61 કિમી

 

8 નંબરનું સિગ્નલ 
ભારે જોરવાળું વાવાઝોડું પસાર થવું જેથી બંદરે તોફાની પવનનો અનુભવ થાય. પવનની ગતિ 62થી 74 કિમી

 

9 નંબરનું સિગ્નલ
બંદરને ભારે તોફાની પવનનો અનુભવ થવાની શક્યતા છે. પવનની ગતિ 75થી 88 કિમી

 

10 નંબરનું સિગ્નલ 
ભારે જોરવાળું વાવાઝોડું  બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આ સ્થિતિ મહાભય દર્શાવે છે.  પવનની ગતિ 89થી 102 કિમી

 

11 નંબરનું સિગ્નલ 
અત્યંત ભયંકર પવન ફુંકાવાની શક્યતા, તાર વ્યવહાર બંધ થાય, ખુબ જ ખરાબ હવામાનનો અનુભવ થઈ શકે છે. આ સિગ્નલ અત્યંત ભયજનક ગણાય. પવનની ગતિ 103થી 118 કિમી અને સમુદ્રમાં વિઝિબલીટી ઝીરો

 

12 નંબરનું સિગ્નલ
પવનની ઝડપ 119થી 220 કિમી 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS