5.12 લાખ પરિવારો રેશનકાર્ડથી વંચિત, કાર્ડ સાઇલન્ટ કરી દેવાયા

  • December 31, 2020 08:49 PM 895 views

ત્રણ મહિના સુધી રાશન નહીં લીધું હોય તો કાર્ડને સાઇલન્ટ કરી દેવાશે, બીજીવાર નવું કાર્ડ કઢાવવું પડશે

ગુજરાતમાં 5.12 લાખ પરિવારો એવાં છે કે જેમના રેશનકાર્ડ સાઇલન્ટ કરી દેવામાં આવ્યા છે. આ પરિવારોએ છેલ્લા ત્રણ મહિનાથી રાશન લીધું નહીં હોવાથી તેમને હવે ફરીથી નવા રેશનકાર્ડ કઢાવવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે.


રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ પર ગુજરાત સરકારે અપલોડ કરેલા નવા આંકડા પ્રમાણે ગુજરાતમાં કેટલાક પરિવારોના રેશનકાર્ડ સાઇલન્ટ થઇ ગયા હોવાથી યાદીમાંથી તેને બાકાત કરી દેવામાં આવ્યા છે, આ સંજોગોમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમની જોગવાઇનો ભંગ થઇ રહ્યો છે.


એવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જો કોઇ રેશનકાર્ડ ધારક ત્રણ મહિના સુધી રાશન લેતો નથી તો તે કાર્ડને સાઇલન્ટ નામની કેટેગરીમાં મૂકવામાં આવે છે અને આ પરિવારને નવું કાર્ડ લેવું પડે છે જે પ્રક્રિયા ખચર્ળિ અને કંટાળાજનક છે.


રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગરીબ અંત્યોદય પરિવારના સૌથી વધુ ગરીબ એવાં 18000 પરિવારો સહિત 1.61 લાખ પરિવારોને બાકાત રાખવામાં આવ્યા છે. આ પરિવારમાં શારીરિક મુશ્કેલી છે. દિવ્યાંગ છે. વૃદ્ધ અને ગંભીર રીતે બિમાર છે. કેટલીક વિધવાઓ તેમજ એકલવાયુ જીવન જીવતી મહિલાઓ છે.


ગુજરાતના 33 જિલ્લા પૈકી 24 જિલ્લાની પ્રાપ્ત માહિતી પ્રમાણે 3.61 લાખ રેશનકાર્ડ ધારકોને છેલ્લા પાંચ વર્ષથી સાઇલન્ટ કેટેગરીમાં મૂકવામાં આવેલા છે. એટલે કે કુલ પાંચ લાખ કરતાં વધુ પરિવારોને રેશનકાર્ડથી રાશન મળતું નથી.


ભારત સરકાર પ્રતિ મહિને 3.82 કરોડ લોકો માટે રાશનનું વિતરણ કરે છે જે પૈકી 3.42 કરોડ પરિવારોને રાશન મળે છે. બાકીના લોકોને રાશન મળતું નથી, કારણ કે તેમના રેશનકાર્ડ સાઇલન્ટ થઇ ગયા છે. ગુજરાતમાં એવા 20 લાખ કાર્ડ છે કે જેમની પાસે આધાર કાર્ડ નથી તેથી તેઓને સબસીડીવાળું રાશન મેળવવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.


રાષ્ટ્રીય ફુડ સિક્યોરિટી પોર્ટલમાં બીજી રસપ્રદ બાબત એવી જાણવા મળી છે કે એનએફએસએ તરફથી એવું નક્કી કરવામાં આવેલું છે કે રેશનકાર્ડ ઘરના મહિલા સભ્યના નામે હોવું જોઇએ અને તે જરૂરી છે તેમ છતાં 3.92 લાખ રેશનકાર્ડ મહિલાઓના નામે થયાં નથી. જોગવાઇ પ્રમાણે ગ્રામીણ વિસ્તારના 75 ટકા અને શહેરી વિસ્તારના 50 કા લોકોને સબસીડીવાળું રાશન મળવું જોઇએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application