દેશમાં ૨૬ દિવસમાં ૧ લાખ લોકોએ જીવ ગુમાવ્યા

  • May 24, 2021 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૪ કલાકમાં ૪૪૫૪નાં મોત


ભારતમાં કોરોના વાયરસના નવા કેસ ઘટતા જાય છે પણ મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશભરમાં કોવિડ–૧૯થી ૨૪ કલાકમાં ૪૪૫૪ લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે જ કોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે ૩ લાખને પાર કરી ગયો છે. એક દિવસમાં કોરોનાના નવા ૨.૨૨ લાખ નવા કેસ નોંધાયા છે.

 


ભારતીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૨,૨૨,૩૧૫ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૬૭,૫૨,૪૪૭ પર પહોંચી ગયો છે જેમાંથી ૨,૩૭,૨૮,૦૧૧ દર્દીઓ રિકવર થઈ ગયા છે યારે ૨૭,૨૦,૭૧૬ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ ૪૪૫૪ લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુઆકં હવે ૩,૦૩,૭૨૦ થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ કુલ ૧૯,૬૦,૫૧,૯૬૨ લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ છે. ૨૪ કલાકમાં કોરોનાથી ૩,૦૨,૫૪૪ લોકો રિકવર પણ થયા છે.

 


આ સાથે જ અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત ત્રીજો એવો દેશ છે યાં કોવિડ–૧૯થી ૩ લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં ૬ લાખ ૪ હજાર ૮૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. યારે બ્રાઝિલમાં ૪ લાખ ૪૯ હજાર ૧૮૫ લોકોના મોત થયા છે. ભારતમાં આ આંકડો હવે ૩ લાખને પાર ગયો છે અને કોરોનાથી અત્યાર સુધીમાં કુલ ૩,૦૩,૭૨૦ લોકોના જીવ ગયા છે.

 


ભારતમાં છેલ્લા એક મહિનામાં કોવિડ–૧૯થી થનારા મોતમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા ૨૬ દિવસમાં એક લાખથી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂકયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં ૨૮ એપ્રિલના રોજ મોતનો આંકડો ૨ લાખ હતો અને હવે ૨૬ દિવસ બાદ આ આંકડો ૩ લાખને પાર ગયો છે.

 


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી ૧૯,૨૮,૧૨૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩૩,૦૫,૩૬,૦૬૪ કોરોના ટેસ્ટ કરાયા છે.

 

દેશમાં કોરોનાથી મૃત્યુઆકં ૩ લાખને પાર અમેરિકા–બ્રાઝિલ બાદ ત્રીજો દેશ બન્યો


કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં કહેર વર્તાવ્યો છે. બીજી લહેરમાં ભારતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆકં રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ભારતમાં કોવિડ–૧૯થી થયેલા મૃત્યુનો આકં ૩ લાખને પાર થઈ ગયો છે. આ સાથે જ ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ એવો ત્રીજો દેશ બન્યો છે યાં કોરોનાથી ૩ લાખથી વધુ લોકોના મોત થયા છે.
કોરોનાની બીજી લહેરમાં દૈનિક કેસનો આંકડો ૪ લાખને પાર થઈ ગયો હતો. જોકે, હાલમાં કેસમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. હવે દેશમાં દૈનિક કેસની સંખ્યા ૨ લાખથી ઉપર નોંધાઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સાહમાં મૃત્યુનો આંકડો ૩૫૦૦થી ૪૫૦૦ની વચ્ચે રહ્યો છે.

 


કોવિડની બીજી લહેર કેટલી ઘાતક રહી છે તે આ આંકડા પરથી ખ્યાલ આવે છે. તેનાથી ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ઘણું ભારણ આવ્યું છે. ઓકિસજનની ભારે તંગી સર્જાઈ હતી. એટલું જ નહીં સ્મશાન હોય કે કબ્રસ્તાન તમામ જગ્યાએ લાશોની લાઈનો લાગી હતી. ભારતમાં રવિવારે કોરોનાના ૨.૪૦ લાખ નવા કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૨.૬૫ કરોડને પાર થઈ ગયા હતા. યારે ૩૭૪૧ લોકોના મોત થયા હતા.

 


અમેરિકા વિશ્વમાં કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશ રહ્યો છે. યાં મૃત્યુઆકં ૬ લાખ (૫.૮૯ લાખ)ની નજીક પહોંચી ગયો છે. વિશ્વના સૌથી શકિતશાળી દેશ ગણાતા અમેરિકામાં કુલ કેસ ૩.૩૧ કરોડથી વધારે છે. યારે બીજા ક્રમે બ્રાઝિલ છે. બ્રાઝિલમાં કોરોનાથી ૪.૪૮ લાખ લોકોના મોત થયા છે. યારે કોરોનાના કુલ કેસ ૧.૬૦ કરોડથી વધારે છે. વિશ્વમાં અત્યાર સુધી ૩૪.૫૬ લાખથી વધુ લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

 


ચીનમાં ૨૦૧૯ કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ તે ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કોરોનાના ઘણા વેરિયન્ટ સામે આવ્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોરોનાના મ્યુટન્ટ વાયરસ અને લોકોની બેદરકારીના કારણે બીજી લહેર ઘાતક રહી અને મોટી સંખ્યામાં લોકોના મોત થયા.

 

દેશમાં કોરોના વાયરસના બી૧૬૧૭ના વંશનું બીજું સ્વરૂપ ચિંતાજનક


દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને વાઈરસના ખતરનાક સ્વપ બી૧૬૧૭ ભારતમાં પ્રભાવક હોવાનો અહેવાલ બહાર આવ્યા બાદ નવો ધડાકો થયો છે અને આ વાયરસ ના વશં નું બીજું સ્વપ પણ ભારતમાં ચિંતા જગાવી રહ્યું છે અને તેના કેસ મળી આવ્યા છે. આ વંશના બીજા સ્વપને નિષ્ણાંતોએ બી૧૬૧૭.૨ નામ આપ્યું છે અને એમ કહ્યું છે કે બ્રિટન દ્રારા પણ નવેસરથી આ વેરિયન્ટ ની ચકાસણી શરૂ કરવામાં આવી છે કારણકે ત્યાં નવેસરથી ઘણા બધા કેસ બહાર આવી રહ્યા છે પરંતુ ભારતમાં ઉપરોકત સ્વપ પ્રભાવક હોવાની ચિંતા જનક માહિતી નિષ્ણાતોએ આપી છે.

 


નવા સ્વપના કેટલાક કેસો કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા અને કર્ણાટકમાં હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત નવા સ્વપના કેસ ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર્ર અને બિહારમાં પણ હોવાનું નિષ્ણાંતો એ પોતાના અભ્યાસ બાદ જણાવ્યું છે. સંશોધકોએ એમ કહ્યું છે કે ૧૦૦ જેટલા સેમ્પલની ચકાસણી કરવામાં આવે તો ૨૫ ટકા જેટલા સેમ્પલ માં નવા સ્વપ જોવા મળે છે અને તે ખૂબ જ ચિંતાજનક બાબત છે કારણ કે બ્રિટનમાં પણ આ વાઈરસના વશં દ્રારા હાહાકાર મચાવ્યો છે અને બ્રિટનમાં નવેસરથી ફેસ બહાર આવી રહ્યા છે ત્યારે બ્રિટનની સરકાર પણ ધંધે લાગી ગઈ છે.

 


બી૧૬૧૭.૨ સ્વપ કેરળમાં સૌપ્રથમ ફેલાયું છે અને ત્યાંથી ઘણા બધા સેમ્પલમાં તે મળી આવ્યું છે અને અન્ય રાજયોમાં હજુ પણ ચકાસણી ચાલુ રાખવામાં આવી છે અને તમામ રાય સરકારોને સાવચેત કરી દેવામાં આવી છે કે આ નવા સ્વપ ની સામે સાવધ રહેવા જેવું છે અને દર્દીઓની સારવાર વ્યવસ્થિત કરવી પડશે.

 

એવરેસ્ટ પર સંક્રમણના ૧૦૦ કેસ
માઉન્ટ એવરેસ્ટ પર પણ કુલ ૧૦૦ જેટલા પર્વતારોહકો અને તેમને સહાય કરી રહેલો સ્ટાફ કોરોના સંક્રમણનો ભોગ બની ચુકયો છે. વિશ્વના આ સૌથી ઉંચા શિખર સુધી કોરોના સંક્રમણ પહોંચ્યું હોવાનો નેપાળ સત્તાવાર રીતે ઇનકાર કરી રહ્યું છે. પરંતુ એક નિષ્ણાત ગાઇડે એવરેસ્ટ પર ૧૦૦ લોકો સંક્રમણનો ભોગ બન્યા હોવાની વાતને સમર્થન આપ્યું છે. ઓસ્ટિ્રયાના પર્વતારોહી લુકાસ ફર્ટેનબાચે ગયા સાહે પોતાના એવરેસ્ટ અભિયાનને અટકાવી દીધું હતું. તેમણે શનિવારે જણાવ્યું હતું કે તેમના વિદેશી ગાઇડ અને છ નેપાળી શેરપા ગાઇડ કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીમા કંપની, તબીબો અને અગ્રણી લોકો તરફથી મળેલી માહિતી આધારે બેઝ કેમ્પ ખાતે ઓછામાં ઓછા ૧૦૦ પોઝિટિવ કેસ છેઅને કુલ આંકડો ૧૫૦ કે ૨૦૦ હોઇ શકે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021