ગોંડલ માર્કેટિંગ યાર્ડના વિસ્તૃતિકરણ માટે જમીન ખરીદ કરાઇ

  • March 10, 2021 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના નવા માર્કેટ યાર્ડની શરૂઆત ૧૯૯૦ માં થઈ હતી. માર્કેટ યાર્ડની ૧૫ વીધા જેટલી જમીનમાં ૧૨ ઓકશન શેડ તથા ૩ મોટા ઓકશન શેડ, ૬૫૦ દુકાનો કિસાન રેસ્ટ હાઉસ તથા ભોજનાલયની સુવીધા ઉપલબ્ધ છે. માર્કેટ યાર્ડમાં ખેડુતો તથા વેપારીભાઈઓને પુરતી સુવીધા મળતી હોવાથી વધુને વધુ સંખ્યામાં ખેડુતો  ગોંડલ માર્કેટ યાર્ડમાં માલ લઇને આવે છે.


ગોંડલ માર્કેટ યાર્ડમાં દિન પ્રતિદિન માલની આવકમાં વધારો થઇ રહેલ હોય માર્કેટ યાર્ડની હાલની જગ્યા ટુંકી પડતી હોવાથી ગોંડલ બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડની હાલની ૧૯૫ વિઘા જગ્યા ઉપરાંત વધારાની ૩૦ વિઘા જમીનમાં માલ ઉતારવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આત્યારે ધાણા, જીરૂ, મરચા, ડુંગળી, ઘઉં તથા કપાસ અને મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થતી હોવાથી અને માલ સમાતો ન હોવાથી માલ રાખવા માટે યાર્ડને લાગુ ૧૪ વિઘા જમીન માં ડુંગળી ઉતારવાની વ્યવસ્થા તા.૨૪/૨/૨૦૨૧ થી કરવામાં આવેલ હતી. તેમજ વધુ ૧૬ વિઘા જમીનમાં ડુંગળી ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. માર્કેટ યાર્ડમાં વધુ ૩૦ વિધામાં માલ ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવતા વઘારે ૨ લાખ ગુણી ડુંગળી માર્કેટ યાડી માં સમાવી શકાશે.


વર્તમાન કમીટીના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તથા વા. ચેરમેન કનકસિંહ જાડેજા તથા સાથી સદસ્ય દ્વારા માર્કેટ યાર્ડમાં સુવીધામાં ઉતરોતર વધારો કરવામાં આવી રહેલ છે. અને હજુ વધારાની દુકાનોનું તથા રેસ્ટ હાઉસ નું કામ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.છેલ્લા બે વર્ષમાં માર્કેટ યાર્ડમાં રોડના સી.સી. કામ ઓકશન શેડનું કામ તથા દુકાનો ના કામો તેમજ અગાઉની જમીન સંપાદન ની રકમ ની ચુકવણી વગેરે માટે રૂા ૩૦ કરોડના વિકાસ કામો સંપુર્ણ કરવામાં આવેલ છે. તેમજ માર્કેટ યાર્ડ ના વિસતૃતી કરણ માટે રૂા ૩૦ કરોડ ની જમીન ખરીદવામાં આવેલ છે. જમીનનું લેવલીંગ તથા લાઇટ વ્યવસ્થા તથા અન્ય વ્યવસ્થા વગેરે કામગીરીનું પુર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા બજાર સમિતિના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ડીરેકટર મગનભાઇ ઘોણીયા, પ્રફુલભાઇ ટોળીયા, કુરજીભાઇ ભાલાળા, કચરાભાઇ વૈષ્ણવ, રમેશભાઈ સાવલીયા, ઘીરૂભાઇ સોરઠીયા વગેરે દ્વારા સ્થળ મુલાકાત કરી આગામી દીવસોમાં વધુ મા વઘુ ખેડુતોનો માલ સમાય શકે તેવું આયોજન કરવામા આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS