કુંભમેળામાં મહંત સ્વામી મોહનપુરીનાં સાંનિધ્યમાં શ્રી પંચાયતી અખાડા મહાનિર્માણની શાહી સવારી

  • March 10, 2021 05:35 PM 

હરિદ્વારમાં કુંભમેળાનો રંગ જામ્યો છે. વિવિધ અખાડાઓનાં સાધુ સંતો અને મહંતો મોટી સંખ્યામાં હરિદ્વાર પહોંચ્યા છે. 28 એપ્રિલ સુધી ચાલનારા કુંભમેળામાં 8 માર્ચે શ્રી પંચાયતી અખાડા મહાનિમર્ણિીની પેશવાઈ મહંત સ્વામી મોહનપુરીનાં સાંનિધ્યમાં નાગા સાધુઓ સાથે વાજતે ગાજતે શાહી સવારી આવી પહોંચી હતી.

 

 

પેશવાઈ (શોભાયાત્રા)માં હર...હર...મહાદેવનો નાદ ગૂંજયો હતો. કુંભમેળામાં અખાડાઓની શોભાયાત્રા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. લોકો વર્ષો સુધી આ વર્ષે પણ પ્રયાગરાજથી ચાંદીનું સિંહાસન, ભવ્ય રથ સાથે શોભાયાત્રામાં ઉતરાખંડની સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. ભારતમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક એમ ચાર શહેરોમાં દર 12 વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે. કુંભમેળા પહેલાં અખાડાઓના સાધુ-સંતો કુંભનગરમાં રહે છે.

 

 

આ સાધઉ સંતો છાવણીમાંથી નીકળીને અખાડામાં પ્રવેશ કરે છે ત્યારે આ શોભાયાત્રા નીકળે છે. આ યાત્રાને પેશવાઈ તેમજ રવાડી પણ કહેવામાં આવે છે. હરિદ્વાર કુંભમાં મહાશિવરાત્રી પહેલાં અખાડાની પેશવાઈ નીકળી હતી. સોના-ચાંદીની પાલખીમાં બેસીને સંતોનું સ્વાગત ભાવિકોએ ફુલ વરસાવીને કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS