વકીલો, પક્ષકારોએ અદાલતોમાં અનિવાર્ય હોય તો જ પ્રવેશવું: મુખ્ય જિલ્લા ન્યાયાધીશ

  • April 03, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

32 કર્મચારીઓ અને ધારાશાસ્ત્રીઓ કોરોના સંક્રમિત થતા
 


રાજકોટની અદાલતોમાં કોરોના સંક્રમણ વધતું જતું હોવા બાબતે મુખ્ય જિલ્લા ન્યાયાધિશે રાજકોટની અદાલતોમાં વકીલો, પક્ષકારો સહિતના લોકોએ અનિવાર્ય હોય તો જ હાજર રહેવા સહિતની તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો છે.

 


અદાલતી સૂત્રોએ સતાવાર રીતે જણાવ્યા મુજબ ગઈ તા.24-3-21ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કોર્ટમાં ન્યાયાધિશો તથા કર્મચારીઓ માટે કોરોનાનું ટેસ્યિંગ કરવામાં આવતા 1 ન્યાયાધિશ તથા 10 કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવેલ. ત્યારબાદ પણ 9 કર્મચારીઓ તથા 12 વકીલો કોરોના પોઝિટિવ આવેલ છે. આમ હાલમાં કુલ 32 કર્મચારીઓ અને વકીલો પોઝિટિવ છે. આમ કોર્ટના કર્મચારીઓ, વકીલો તથા ન્યાયાધિશોમાં વધતા જતાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યાને ધ્યાનમાં લેતાં જિલ્લા ન્યાયાલય, રાજકોટ દ્વારા કોર્ટમાં આવતા તમામ વકીલો તથા પક્ષકારોને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારીના ભાગપે મુખ્ય જિલ્લા ન્યાયધિશ દ્વારા ખાસ અપીલ કરાઈ છે કે, કોર્ટમાં પક્ષકારો તથા વકીલોએ પોતાનું કામકાજ પૂર્ણ થયા બાદ વિના વિલંબે કોર્ટ પરીસર છોડી દેવું.

 


કોર્ટની કાર્યવાહીમાં પક્ષકારો તથા વકીલોની કોર્ટમાં હાજરીની અનિવાર્યતા ન હોય તો જ પ્રવેશવું, પરીસરમાં પ્રવેશ ન કરવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. કોર્ટની કાર્યવાહીમાં પક્ષકારો તથા વકીલોની હાજરી અનિવાર્ય જ હોય તેવા સંજોગોમાં ખાસ કરીને માસ્ક પહેરલું, સામાજિક અંતર જાળવવું તથા કોર્ટના ગેઈટ પર ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચરની તપાસણી કયર્િ બાદ કોર્ટ પરીસરમાં પ્રવેશ કરવો, કોર્ટની કાર્યવાહી દરમિયાન વકીલોની હાજરી અનિવાર્ય હોય તેવા સંજોગોમાં સિનિયર વકીલોએ વધુમાં વધુ એક જ જુનિયર વકીલને કોર્ટ પરીસરમાં લાવવા સહિતની અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS