મહાપાલિકાની આવાસ યોજના શાખાના કૌભાંડો બહાર લાવવા વિપક્ષી નેતા મેદાને

  • July 02, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના વિપક્ષી નેતા ભાનુબેન પ્રવિણભાઈ સોરાણીએ મહાપાલિકાની આવાસ યોજના શાખામાં ચાલતા કૌભાંડો બહાર લાવવા માટે મનપાની તમામ આવાસ યોજનાઓની સંપૂર્ણ વિગતો મગાવી છે તેમજ ખાસ કરીને ખાલી પડેલા આવાસો અને નાગરિકોની જમા ડિપોઝીટ અંગે સવાલો ઉઠયા છે. આ તમામ માહિતી બહાર આવ્યા બાદ વિપક્ષી નેતા કંઈક મહત્વપૂર્ણ જાહેરાત કરનાર હોવાનું જાણવા મળે છે.

 

 

વિપક્ષી નેતાએ આજે અધિકારીઓ પાસેથી આવાસ યોજના અંગે ૧૨ પ્રશ્નોની માહિતી માગી છે જેમાં (૧) રાજકોટ મનપાએ કુલ કેટલા આવાસો બનાવ્યા (૨) કેટલા આવાસોમાં લાભાર્થી રહે છે અને કેટલા ખાલી છે (૩) આવાસ યોજનાના કેટલા ફોર્મનું વિતરણ કરાયું અને કેટલા પરત આવ્યા, કેટલા ફોર્મ રિજેકટ થયા, કેટલું વેઈટિંગ બાકી છે (૪) જે નાગરિકોને આવાસ મળ્યા નથી તેમની કેટલી ડિપોઝીટ તત્રં પાસે જમા છે અને તે કયારે પરત અપાશે, હાલ સુધી કેમ પરત અપાઈ નથી (૫) બીપીએલ કાર્ડધારકો માટે કેટલા આવાસો બનાવાયા છે તેમાંથી કેટલા એલોટ કરાયા છે (૬) આવાસ યોજના શાખા હસ્તકના તમામ પ્રોજેકટના પ્રોગ્રેસ રિપોર્ટ આપવા માગણી કરાઈ છે (૭) પીપીપી હેઠળ કેટલી આવાસ યોજના બની છે અને કેટલી બાકી છે જે બની તેમાં કેટલું પ્રિમિયમ મળ્યું છે અને ભવિષ્યમાં કેટલું મળવાનો અંદાજ છે (૮) આવાસ યોજના માટે કેટલી ગ્રાન્ટ મળી છે અને કેટલી મળવાની બાકી છે (૯) કેટલી આવાસ યોજનામાં મુળ લાભાર્થીઓ રહે છે અને કેટલી આવાસ યોજનાઓમાં ભાડૂઆતો રહે છે? (૧૦) કેટલી આવાસ યોજનાના આવાસો હાલમાં બધં પડયા છે (૧૧) આવાસ નિર્માણ માટે કેન્દ્ર અને રાયની ગ્રાન્ટ ઉપરાંત મનપાએ પોતાની તિજોરીમાંથી કેટલો ખર્ચ કર્યેા છે (૧૨) કેટલા બીપીએલ કાર્ડધારક લાભાર્થીઓને હજુ સુધી આવાસ મળ્યા નથી. આ તમામ સવાલોના જવાબ સહિતની સંપૂર્ણ વિગતો નિિત સમયમર્યાદામાં પુરી પાડવા માગણી કરી છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS