સૌથી ખરાબ સમય માટે પ્રજા તૈયાર રહે: નીતિન ગડકરીએ ચેતવ્યા

  • April 16, 2021 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહામારીનો સામનો કરવા માટે લાંબાગાળાના ઉપાયોની જરૂર



કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, કોરોના વાયરસ વધુ કેટલો ખતરનાક થશે અને ક્યાં સુધી ચાલશે, તેની કોઈ ગેરંટી નથી. ઘરોના ઘરો કોરનાગ્રસ્ત છે અને આવનારા 15 દિવસ કે 1 મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, લોકોને સર્વશ્રેષ્ઠ માટે વિચારવું જોઈએ, પરંતુ સૌથી ખરાબ માટે તૈયાર રહેવું જોઈએ. આ મહામારીનો સામનો કરવા માટે લાંબાગાળાના ઉપાયોની જરૂર છે.

 


નીતિન ગડકરીએ અહીં રાષ્ટ્રીય કેન્સર કેન્દ્રમાં 100 બેડની ખાનગી કોવિડ-19 કેર સેન્ટરનુ ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે ભાજપ્ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા. ગડકરીએ મહામારીનો સામનો કરવા લાંબાગાળાના ઉપાયોની જરૂરિયાત પર ભાર આપતા કહ્યું કે, ’સ્થિતિ અત્યંત ગંભીરછે અને કોઈ નથી જાણતું કે તે ક્યાં સુધી રહેશે.’

 


નાગપુરના સાંસદ ગડકરીએ ભિલાઈથી અહીંના હોસ્પિટલો માટે 40 ટન ઓક્સીજનનો સપ્લાય થઈ રહ્યો હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, વધુ 300 બેડ મૂકવામાં આવી રહ્યા છે તથા હોસ્પિટલ માટે વિશાખાપટ્ટનમથી ઓક્સીનની આપૂર્તિ થઈ રહી છે. ગડકરીએ વિશાખાપટ્ટનમના મેડિકલ ’ડિવાઈસીઝ પાર્ક’થી એક હજાર વેન્ટિલેટર મેળવ્યા હોવા અંગે જાણકારી આપી, જે નાગપુરની હોસ્પિટલોને ઉપલબ્ધ કરાવાશે.

 


રેમડેસિવિરની અછત અંગે ગડકરીએ કહ્યું કે, દેશમાં માત્ર ચાર દવા કંપનીઓ પાસે જ આ દવાના ઉત્પાદનનું લાઈસન્સ છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ દવાના નિમર્ણિ માટે વધુ 8 કંપ્નીઓને મંજૂરી આપી, જેથી રેમડેસિવિરની અછત દૂર થઈ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS