હળવદમાં કલેકટરની સૂચનાથી તંત્ર દ્વારા વિસ્તારોમાં પેટ્રોલિંગ

  • October 28, 2020 11:34 AM 

હળવદ શહેરમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસને લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા પેટ્રાલિંગ કરાયું હતું. હળવદ હાઈ-વે પર પગપાળા ચાલીને જતાં શ્રમિકો કલેકટરને ધ્યાને આવતાં કલેકટર દ્વારા તેઓને અટકાવી પૂછપરછ કરાતાં તેઓ માળિયા તાલુકામાંથી આવ્યા હોવાનું જણાતા તાત્કાલીક જે વાડીએ મજૂરો રોકાયા હતા તે વાડી માલિકને ફોન કરી અને તેઓને લઈ જવા સૂચના આપી હતી સાથે શહેરમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ જાણી હતી. જો કે, કલેકટરે જણાવ્યું હતું કે, હાલ હળવદમાં પરિસ્થિતિ એકદમ બરોબર છે. આ પેટ્રોલિંગમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ, ડેપ્યુટી કલેકટર ગંગા સિંઘ, હળવદ મામલતદાર વી.કે. સોલંકી, હળવદ પીઆઈ સંદીપ ખાંભલા, ચીફ ઓફિસર સાગર રાડિયા સહિતના અધિકારીઓ જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application