રાજકોટ ગમ્યું, પ્રોજેકટ અધુરા મુકીને જવાનો અફસોસ: ઉદિત અગ્રવાલ

  • June 21, 2021 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની પોણા બે વર્ષના ટૂંકા કાર્યકાળમાં જ મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી થઈ છે. દરમિયાન હવે તેઓ બે દિવસમાં ચાર્જ છોડશે તેમ છતા શુક્રવાર સુધી રાજકોટ રહેશે. આજે તેમણે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તેમને ખુબ જ ગમ્યું છે. અનેક પ્રોજેકટ છેલ્લા પોણા બે વર્ષમાં સાકાર કયર્િ છે તેમ છતા હાલમાં કાર્યરત હોય તેવા અનેક પ્રોજેકટ અધુરા મુકીને જવાનો અફસોસ રહેશે. આ તકે તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાકાળના પડકારજનક સમયમાં કરેલી કામગીરી તેમના માટે કાયમી સંભારણુ બની રહેશે. વિશેષમાં મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તેમને ખુબ જ ગમ્યું છે. પોણા બે વર્ષનો ટૂંકો કાર્યકાળ હોવા છતા જાણે વર્ષોથી રાજકોટમાં રહેતા હોય અને પોતે રાજકોટિયન જ હોય તેવી લાગણીનો અનુભવ કર્યો છે. તેમના કાર્યકાળમાં કોરોનાની કામગીરી ઉપરાંત કોઠારિયા અને વાવડી વિસ્તારનો પાણીપ્રશ્ર્ન ઉકેલવા પ્રોજેકટ શ કરાવ્યા, આજી, ન્યારી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું પ્લાનિંગ કર્યું, આમ્રપાલી બ્રિજનું કામ શ કરાવ્યું અને સમયસર પૂર્ણ કરાવ્યું, લક્ષ્મીનગર બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે, કેકેવી બ્રિજ, નાનામવા બ્રિજ, રામાપીર બ્રિજ, હોસ્પિટલ ચોક બ્રિજ સહિતના બ્રિજ પ્રોજેકટના કામ શ થયા.

 


રાજકોટમાં નવા ભળેલા માધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર-1 (પાર્ટ), મુંજકા અને મોટામવા સહિતના ગામોમાં જરી સુવિધાઓ આપવાનું શ કરાવ્યું, ડામાં એઈમ્સના પ્લાન પાસ સહિતની કામગીરી ઝડપી કરાવી, સેક્ધડ રિંગરોડને જામનગર રોડથી ગોંડલ રોડ સાથે જોડવાની કામગીરી આગળ ધપાવી સહિતની કામગીરી કરી બતાવી છે. આ ઉપરાંત વિવિધ પ્રોજેકટના કોન્ટ્રાકટમાં એજન્સીઓ સાથે વાટાઘાટો કરીને ભાવ ઘટાડો કરાવી કોર્પોરેશનને કરોડો પિયાનો ફાયદો કરાવ્યો છે. આ ઉપરાંત અટલ સરોવર પ્રોજેકટ, રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ, આજી અર્બન ફોરેસ્ટ રામવન, ઈલેકટ્રીક બસ પ્રોજેકટ સહિતની કામગીરી ઝડપથી આગળ ધપાવી છે.

 


કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટના તમામ બ્રિજ પ્રોજેકટ પુરા કરી ટ્રાફિક સમસ્યા ઉકેલવાની તેમની ઈચ્છા અધુરી રહી છે. આ ઉપરાંત રેન બસેરા વધુ સશકત બનાવવા, ગરીબો રોજીરોટી કમાઈ શકે તેવા પ્રોજેકટ શ કરાવવા સહિતની ઈચ્છાઓ અધુરી રહી છે. રાજકોટના સફાઈ કામદારોની કામગીરીને તેમણે બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, રાજકોટના નાગરિકોએ સ્વચ્છતાનું ધોરણ વધુ ઉચ્ચ લઈ જવાની જર છે. જો બે દિવસ સુધી કામદારો સફાઈ ન કરે તો રાજકોટવાસીઓ કેટલી ગંદકી કરે છે તે જોઈ શકાય. આ ઉપરાંત શહેરીજનો પાણીનો બગાડ ખુબ કરે છે તે ન કરવો જોઈએ. એકંદરે રાજકોટવાસીઓ રંગીલા છે અને રંગીલા રહે તેવી આશા વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, રાજકોટનો હેપીનેસ ઈન્ડેકસ ખુબ ઉંચો છે તે સારી વાત છે. એકંદરે પોણા બે વર્ષના કાર્યકાળમાં નવી અને જૂની બોડીના તમામ શાસક અને વિપક્ષના નગરસેવકો તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાનો ખુબ જ સાથ સહકાર મળ્યાનું જણાવી આભાર વ્યકત કર્યો હતો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS