ચીનમાં કેસ વધતાં એક પ્રાંતમાં લોકડાઉન

  • June 03, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનમાં ફરી કોરોના વાયરસનો પ્રકોપ વધતા કડક લોકડાઉન લદાયું, લોકોને ઘરમાં જ રહેવાના આદેશ
ચીનની સરકારે ફોસાન શહેરમાંથી આવતી જતી ૫૧૯ લાઈટસને રદ્દ કરી દીધી છેચીનમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં પ્રાંત ગુઆંગડોંગના શહેરોમાં કોરોના વાયરસનો પ્રકોપ વધવાને કારમે કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. હોંગકોંગને અડીને આવેલ આ પ્રાંતમાં અત્યાર સુધીમાં નવા ૪૧ કેસ નોંધાયા છે. અહીં અવરજવર કરવા પર પ્રતિબધં મુકી દેવામાં આવ્યો છે. પ્રાંતની બહાર જવા પર કોરોના ટેસ્ટ ફરજિયા કરવામાં આવ્યો છે.

 


ચીનની સરાકરે ફોસાન શહેરમાં કોરોનાનો પ્રકોવ વધવાને કારણે શહેરમાંથી આવતી જતી ૫૧૯ લાઈટસને રદ્દ કરી દીધી છે. શહેરના પાંચ વિસ્તારમાં તો લોકોને પોતાના ઘરમાં જ રહેવાના આદેશ આપ્યા છે. તમામ બજાર અને જાહરે સ્થળ પણ બધં કરી દેવામાં આવ્યા છે. દોઢ કરોડની વસ્તી ધરાવતા શહેરમાં એક મોટા વિસ્તારમાં તો શનિવારથી જ કડક નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા હતા. ચીનમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ ૩૧,૦૦૦ કેસો નોંધાયા છે અને ૪,૬૩૬ જણાના મોત થયા છે.

 


કોરોના વાયરસની બીજી લહેર પર ભારતનો સાથ આપતા ચીને મંગળવારે કહ્યું તે તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવશે. બ્રિકસ દેશોના વિદેશ મંત્રીઓ સાથે થયેલી વાતચીત દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યુ– મહામારીની એક નવી લહેર વચ્ચે હત્પં એકવાર ફરી ભારત પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યકત ક છું. આ મુશ્કેલ સમયમાં, ચીન સહિત બધા બ્રિકસ દેશ ભારતની સાથે ઉભા છે. યાં સુધી ભારતને જરીયાત હશે, ચીન સહિત બધા બ્રિકસ ભાગીદાર આગળ સમર્થન પ્રદાન કરશે.

 


અમેરિકાના રાષ્ટ્ર્રપતિએ ગુ એજન્સીઓને કહ્યું છે કે ૯૦ દિવસની અંદર આ વાયરસ કયાંથી આવી તેનો આખો રિપોર્ટ રજૂ કરે. તેમણે કહ્યું કે આ વાયરસ પશુ માંથી આવ્યો કે પ્રાણીમાંથી આવ્યો કે પછી કોઈ લેબમાં બનવવામાં આવ્યો તેની ઐંડાણપૂર્વક તપાસ કરો, સાથે જ તેમણે ચીનના રાષ્ટ્ર્રપતિને અપીલ કરી છે કે તેઓ આંતરરાષ્ટ્ર્રીય તપાસમાં મદદ કરે. તેમણે અમેરિકાની લેબ્સને પણ આ વિષયમાં મદદ કરવાનું કહ્યું. પણ ત્યારબાદ ચીન આ વાતથી લાલચોળ થઈ ગયું હતું. ચીને ગુવારે અમેરિકાની આ વાતને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે બીજી વખત તપાસ કરીને અમેરિકા પોતાની જવાબદારીથી બચી રહ્યું છે અને રાજનીતિ કરી રહી છે. આ વાયરસ વિશે સૌથી પહેલા જાણકારી ૨૦૧૯ માં ચીનમાં જ થઈ હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS