હરિયાણામાં 6 સપ્ટેમ્બર સુધી લોક ડાઉન, ગોવામાં ૩૧ ઓગસ્ટ સુધી રાત્રી કર્ફ્યુ લંબાવાયો

  • August 23, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસ મહામારીની પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક બનેલી છે અને તેને પગલે હરિયાણામાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લોક ડાઉન વધારી દેવામાં આવ્યું છે અને અહીં મોટા પ્રમાણમાં નવા કેસ બહાર આવી રહ્યા છે.

 

એ જ રીતે ગોવામાં પણ કોરોના કેસમાં વધારો થઈ જતા રાત્રી કર્ફ્યુ ને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને કેરળમાં પણ પરિસ્થિતિ હજુ ચિંતાજનક બનેલી છે કારણ કે આ બંને રાજયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦૦ દર્દીઓના મૃત્યુ થઇ ગયાના અહેવાલો છે.

 

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને એવી છૂટછાટ આપવામાં આવી છે કે જો કોરોનાવાયરસ ના કેસમાં વધારો થતો હોય તો ગમે તેવા સખત નિયમો લાગુ કરી શકાય છે અને એટલા માટે કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ ચિંતાજનક રહેતા કડક પગલાં યથાવત રાખવામાં આવ્યા છે.

 

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 145 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે અને ટેસ્ટિંગ ની કાર્યવાહી હજુ પણ યથાવત રાખવામાં આવી છે અને કડક નિયંત્રણો અનેક જિલ્લાઓમાં યથાવત રાખવામાં આવ્યા છે.

 

કેરળમાં પણ કોરોનાવાયરસ મહામારી હજુ પણ ચિંતાજનક બનેલી છે અને નવા કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે ત્યારે ત્યાં પણ કડક પગલાં યથાવત રાખવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS