મહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન, ઉધ્ધવ ઠાકરે લગાવશે આખરી મહોર

  • May 13, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં પહેલાની જેમ જ જરૂરી સેવાઓ માટે આપવામાં આવતી છૂટ ચાલુ રહેશે: લોકડાઉન સંબંધિત મહત્વની બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રાલયે પ્રસ્તાવ મૂક્યોકોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉનનો સમયગાળો વધારવાનું લગભગ નિશ્ચિત છે. આ વખતે લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવી શકે છે. જેની સાથે જ રાજ્યમાં પહેલાની જેમ જ જરૂરી સેવાઓ માટે આપવામાં આવતી છૂટ ચાલુ રહેશે. લોકડાઉન સંબંધિત મહત્વની બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રાલયે તેને 31 મે સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

 


મહારાષ્ટ્રમાં ફરી એક વાર લોકડાઉન વધારો લગભગ નિશ્ચિત છે. કેબિનેટની બેઠકમાં આરોગ્ય મંત્રાલય અને મંત્રીઓએ લોકડાઉનને આગામી 15 દિવસ સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે બુધવારે કહ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેના પર અંતિમ નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને ઔપચારિકતાઓ બાકી છે.

 


રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે ઘણા જિલ્લાઓમાં કોરોના ચેપ્ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રીઓએ એક બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે લોકડાઉન જેવા નિયંત્રણો આવતા બે અઠવાડિયા સુધી લંબાવાશે. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રતિબંધો 16 થી 31 મે સુધી વધારવાનો પ્રસ્તાવ છે. રાજ્યમાં હાલના પ્રતિબંધોની મુદત શનિવારે સમાપ્ત થઈ રહી છે.

 


ટોપે કહ્યું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેના પર અંતિમ નિર્ણય લેશે અને તે પ્રમાણે જ આદેશ આપવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી આગામી 2-3- 2-3 દિવસમાં નિર્ણય લઈ શકે છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર એવા સમયે કોરોના લોકડાઉન વધારવાની છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, મોતનો આંકડો હજી પણ ચિંતાનું કારણ છે.

 


રાજ્યમાં, બુધવારે કોરોના ચેપ્ના 46,781 નવા દર્દીઓ મળી આવ્યા, ત્યારબાદ 24 કલાકમાં 816 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યમાં કોરોના ચેપ્નો કુલ આંકડો 52,26,710 રહ્યો છે, અત્યાર સુધીમાં કુલ 78 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હજી પણ 5,46,129 સક્રિય કેસ છે.

 


મહારાષ્ટ્રમાં કોરોઙ્ગા વાયરસના નવા કેસોમાં ઉતાર- ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમાં મંગળવારની તુલનામાં ફરીથી નવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 46781 નવા કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. બુધવારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 816 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાહતની વાત છે કે નવા કેસોની તુલનામાં બુધવારે 58805 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS