લોકડાઉન થાય કે ન થાય, રોજગારની ચિંતા મારા પર છોડી દો, સોનૂ સૂદનું ટ્વિટ વાયરલ

  • April 16, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ ફરી એક વખત હાહાકાર મચાવી રહ્યો છે. આ લહેર પહેલા કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. આ કારણે ફરી એક વખત કેટલીક જગ્યાઓ પર લોકડાઉન ની સ્થિતિ ઉભી થઈ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં જ્યારે દેશભરમાં કોરોનાથી બચવા માટે લોકડાઉનલગાવવામાં આવ્યુયં હતું. જેના પગલે વધારે મુશ્કેલી પ્રવાસી મજૂરોને થઈ હતી. જેમનું આ દુ:ખ દુર કરવામાં સોનૂ સૂદે મહત્વની ભૂમિકા નિભાવી હતી. અભિનેતાએ લાખો મજૂરોની મદદ કરી હતી. ત્યારે હાલમાં ફરી કોરોના  કહેર વતર્વિી રહ્યો છે. ત્યારે અભિનેતા ફરી લોકોની મદદ આવ્યો છે. સોનૂ સૂદે આ વખતે કહી દીધું છે કે આ વખતે લોકડાઉન થાય કે ન થાય તમારા રોજગારી ચિંતા મારા પર છોડી દો. અભિનેતાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી એક ટ્વિટ કર્યું કરતા કહ્યું છે કે તે બનતી તમામ મદદ કરવાનો પ્રયત્ન કરશે.

 


અભિનેતા સોનૂ સૂદે રોજગારી માટે એક એપ બનાવી છે. જેનું નામ છે ગુડ વર્કર. જેમને પણ રોજગારીની જરૂરીયાત છે તેમને સોનૂ સૂદે આ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું છે. સાથે જ સોનૂ સૂદે એક નંબર પણ જાહેર કર્યો છે. જેના પર જરૂરીયાતમંદ લોકોને મિસકો કરવાની પણ સલાહ આપી છે. તો બીજી તરફ દેશમાં કોરોના મહામારીના પગલે હાલત બેકાબૂ બનતી જઈ રહી છે. હોસ્પિટલોમાં સૂવિધાઓનો અભાવ વતર્ઈિ રહ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો. એવામાં ફરી એક વખત સોનૂ સૂદ લોકોના મસિહા બનીને સામે આવ્યો છે. ટ્વિટર ઉપર જજ્ઞક્ષીતજ્ઞજ્ઞમ  સૌથી વધારે ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સોનૂ સૂદ લોકોની દિલ ખોલીને મદદ કરી રહ્યો છે. જાણે કે તે સેવા પરમો ધરમનું પાલન કરી રહ્યો હોય.

 


લોકો સોશિયલ મીડિયા દ્વારા અભિનેતા પાસેથી મદદ માંગવામાં કોઈ જ સંકોચ નથી રાખતા અને અભિનેતા પણ જરૂરીયાતમંદ લોકોને ક્યારેય નિરાશ નથી કરતો. સોનૂ સૂદ બોલિવૂડ હિરોની સાથે સાથે પોતાને રિયલ લાઈફમાં હિરો પણ સાબિત કરી દીધો છે. અત્યાર સુધીમાં લાખો લોકોની મદદ કરનાર આ અભિનેતાને દેશભરમાંથી લોકો શુભેચ્છા અને આશિવર્દિ આપી રહ્યા છે. અભિનેતાને લાખો લોકોનો પ્રેમ મળ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS