લોકડાઉન નાખો: સુપ્રીમ કોર્ટની સલાહ

  • May 03, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ–કોરોનાને રોકવા માટે દેશભરમાં ફરીથી લોકડાઉન પર વિચાર કરો
રાષ્ટ્ર્રીય નીતિ બનાવવાની ભલામણ: વેકિસનની ખરીદી પર કોર્ટની સલાહદેશભરમાં હાલના દિવસોમાં કોરોના વાયરસ ના સંક્રમણના કારણે હાહાકાર મચી ગયો છે. દરરોજ લગભગ ૪ લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. જેથી દેશની હાલની સ્થિતિનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટ એ કેન્દ્ર સરકારને અનેક મહત્ત્વના સૂચનો કર્યા છે. સુપ્રીમ કોર્ટે વાયરસના સંક્રમણ પર લગામ કસવા માટે લોકડાઉનની સલાહ આપી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વેકસીન ની ખરીદવાની પોલિસીને ફરીથી રિવાઇઝ કરવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે જો આવું નહીં કરવામાં આવે તો સાર્વજનિક સ્વાસ્થ્યના અધિકારમાં અડચણ ઉત્પન્ન થશે જે બંધારણના આટિર્કલ ૨૧નું એક અભિન્ન અગં છે.

 


અંગ્રેજી અખબાર ઈન્ડિયન એકસપ્રેસ મુજબ, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, એલ. નાગેશ્વર રાવ અને એસ. રવીન્દ્ર ભટની બેન્ચે એવું પણ કહ્યું કે લોકડાઉન લાગુ કરતાં પહેલા સરકાર એ પણ સુનિશ્ચિત કરે કે તેનો સામાજિક અને આર્થિક પ્રભાવ ઓછો પડે. કોર્ટના જણાવ્યા મુજબ જે લોકો પર લોકડાઉનની અસર પડી શકે છે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે.

 


દેશભરમાં હાલના સમયમાં હોસ્પિટલોને લઈને મારામારી જેવી સ્થિતિ છે. લોકો હોસ્પિટલમાં બેડ ન મળવાની ફરિયાદ કરી રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને હોસ્પિટલમા; દાખલ કરવા માટે રાષ્ટ્ર્રીય નીતિ બનાવવાની સલાહ આપી છે. કોર્ટે આ નીતિ બે સાહની અંદર બનાવવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટ મુજબ કોઈને પણ સ્થાનિક આવાસીય પ્રમાણ કે ઓળખ પ્રમાણ ન હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કે આવશ્યક દવાઓથી વંચિત ન રાખી શકાય.

 

 


ગત મહિને ૨૦ એપ્રિલે કેન્દ્ર સરકારે વેકસીનની ખરીદીને લઈને નવી રિવાઇઝ પોલિસીની જાહેરાત કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે હવે તેઓ માત્ર ૫૦ ટકા જ વેકસીનની ખરીદી કરશે, યારે બાકી બચેલી ૫૦ ટકા વેકસીન હવે સીધી રાય અને પ્રાઇવેટ કંપની મોંઘા દરે ખરીદી શકશે. પરંતુ સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ભલામણ કરી છે કે વેકસીનની ખરીદીને કેન્દ્રીકૃત કરવી જોઈએ, અને રાયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિતરણને વિકેન્દ્રીકૃત કરવી જોઈએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS